#PATAN : ભાજપ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોને સફળ બનાવવા જિલ્લા કાયૉલય ખાતે બેઠક મળી..

જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રભારી સહિતના મહાનુભાવો એ આગામી કાર્યક્રમો ની રૂપરેખા રજૂ કરી..

પાટણ તા.૧
પાટણ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોરન અઘ્યક્ષ સ્થાને આગામી દિવસો માં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાનારા વિવિધ કાર્યક્રમો ને સુપેરે પાર પાડવા માટે કઈ રીતે આયોજન કરવું તેનાં વિચાર વિમર્શ માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાયૅકરો સાથે મહત્વ ની બેઠક યોજાઈ હતી.


આ મહત્વની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાનારા વિવિધ કાર્યક્રમો ની રૂપરેખા આપી ઉપસ્થિત આગેવાનો,કાયૅકરો નાં મંતવ્ય જાણી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.


પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં પ્રદેશ મંત્રી અને જીલ્લા ભાજપ પ્રભારી નૌકાબેન પ્રજાપતિ, રમેશભાઈ સિંધવ સહીત
પ્રમુખ, અપેક્ષિત કાર્યકર્તાઓ, હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું
જિલ્લા ભાજપ મીડિયા વિભાગ નાં જયેશભાઈ દરજી એ જણાવ્યું હતું.