કોંગ્રેસ નાં પૂર્વ સાંસદ સાગરભાઈ રાયકાજી વિધીવત રીતે ભાજપમાં જોડાયા..

પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલ, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈએ કેસરીયો ખેસ પહેરાવી આવકાયૉ..

ગુજરાત ભરના માલધારી સમાજે વંદેમાતરમ્ અને ભારત માતાનો જયજયકાર કર્યો..

પાટણ તા.૧
માલધારી સમાજ નાં આયોજિત સ્નેહ મિલન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સાગરભાઈ રાયકાજી વિધીવત રીતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાતાં ઉપસ્થિત માલધારી સમાજ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાયૅકરો એ વંદે માતરમ્ ભારત માતાના જયજયકાર સાથે તેઓને ભાજપાનો કેસરીયો ખેસ પહેરાવી સહ હ્દય ભાજપ પાર્ટીમાં આવકાર્યા હતા.


માલધારી સમાજ નાં આયોજિત સ્નેહ મિલન સમારોહ પ્રસંગે માલધારી સમાજ નાં આગેવાન અને કોંગ્રેસના પૂર્વ સાંસદ સાગરભાઈ રાયકાજી ભારતીય જનતા પાર્ટી માં જોડાતા ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ, પૂર્વ પંચાયત મંત્રી અને પાટણ નાં પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ સહિત ભાજપના આગેવાનો એ તેમનું ભાજપ નો ખેસ પહેરાવતા વિશાળ સંખ્યામાં ગુજરાત ભર માંથી ઉપસ્થિત રહેલા માલધારી સમાજ ના આગેવાનોએ તેઓને વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.