#PATAN : હેડ પોસ્ટ ઓફિસમાં બે પેઢી સુધી ફરજ બજાવતા પોસ્ટમેન હષૅદભાઈ સ્વામી નો વય નિવૃત વિદાય સમારોહ યોજાયો.

પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ,પોસ્ટ માસ્તર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ નિવૃત્ત જીવન ની શુભકામના પાઠવી..

૨૨ વષૅ થી વધુ સમય સુધી પરિવારની ભાવના સાથે પોસ્ટમેન તરીકે ની અદા કરેલ ફરજ જીવન ભર યાદ રહેશે : હષૅદભાઈ સ્વામી

પાટણ તા.૧
સરકારી નોકરી કરનાર દરેક વ્યક્તિ ને પોતાના ફરજ પર સરકારના નિયમોનુસાર ઉમર પ્રમાણે વય નિવૃત થવું પડતું હોય છે. ત્યારે પાટણ હેડ પોસ્ટ ઓફિસમાં છેલ્લા બે પેઢી થી પોસ્ટમેન તરીકે ની પ્રસંસનિય ફરજ બજાવતા હષૅદભાઈ ઉજમશીભાઈ સ્વામી કે જેઓએ ૨૨ વષૅ થી વધુ સમય પાટણ હેડ પોસ્ટ ઓફિસમાં નિષ્ઠા પૂર્વક પોસ્ટમેન તરીકે પોતાની કામગીરી બજાવી તા ૩૧ ડિસેમ્બર નાં રોજ વય નિવૃત થતા તેઓનો વય નિવૃત વિદાય સન્માન સમારોહ હેડ પોસ્ટ ઓફિસ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.


આ વય નિવૃત વિદાય સન્માન સમારોહ કાયૅક્રમ પ્રસંગે ઉપસ્થિત રહેલા પોસ્ટ સુપ્રિટેન્ડેન્ટ અધીકારી સિરાજભાઈ મન્સુરી,પોસ્ટ માસ્તર પી.એ.ભીલ,આરપી સુપ્રિટેન્ડેન્ટ વિપુલભાઈ ચરોતર,આઈપી ચાણસ્માના પંચાલભાઈ સહિત પાટણ હેડ પોસ્ટ ઓફિસ સ્ટાફ પરિવારે હષૅદભાઈ સ્વામી ને વય નિવૃત જીવન ની શુભકામનાઓ પાઠવી વિવિધ ભેટ સોગાદ દ્વારા તેઓની ફરજ પ્રત્યે ની નિષ્ઠા ને સરાહી બહુમાન કર્યું હતું.


પાટણ હેડ પોસ્ટ ઓફિસમાં બે પેઢી સુધી કામ કરી વય મર્યાદા ને લઈને નિવૃત્ત થતાં હષૅદભાઈ સ્વામી એ સમગ્ર અધીકારીગણ અને સ્ટાફ પરિવાર નો પોતાના વય નિવૃત પ્રસંગે આયોજિત કરાયેલા વય નિવૃત વિદાય સન્માન સમારોહ નો સહ હ્દય આભાર વ્યક્ત કરી પોતાની ફરજ દરમિયાન નાં ખાટા મીઠા સંસ્મરણોને યાદ કરી એક પરિવારની ભાવનાથી કરાયેલ કામગીરી ને જીવન ભર નહીં ભુલાય તેમ જણાવ્યું હતું.
પાટણ હેડ પોસ્ટ ઓફિસમાં વષૉ સુધી પોસ્ટમેન ની ફરજ બજાવી વય નિવૃત થતા હષૅદભાઈ ઉજમશીભાઈ સ્વામી નાં માન માં આયોજિત કરાયેલા આ વય નિવૃત વિદાય સન્માન સમારોહ પ્રસંગે હેડ પોસ્ટ ઓફિસ સ્ટાફ પરિવાર સહિત તેઓનાં પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.