#PATAN : સંખારી ગામે બ્રહ્માણી માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્વાનો માટે શિરો તૈયાર કરાયો..

પાટણ તા.૧
શિયાળાની કડકડતી ઠંડીમાં અબોલ શ્વાનો માટે ઘણી સેવાકીય સંસ્થાઓ અને સેવાભાવી લોકો સેવા પ્રવૃતિ કરતા હોય છે .
પાટણ તાલુકાના સંખારી ગામે તાજેતરમાં યોજાયેલી બ્રહ્માણી માતાજી ના ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ સંખારીના સમસ્ત પ્રજાપતિ ભાઈઓ દ્વારા ત્રિદિવસીય સુંદર આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં અનેક રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા . અને મોટી સંખ્યામાં સમાજબંધુઓએ પણ આ મહોત્સવમાં ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.


ત્યારે આ મહોત્સવ નિમિતે અને નવા વર્ષનાં આગમને પ્રજાપતિ ભાઈઓ તરફ થી શ્વાનો માટે 25 કિલો કરતા પણ વધારે ઘઉંના ભરડાનો શિરો બનાવવામાં આવ્યો હતો . આ વિરોધ ગામના તમામ ગલી , મહોલ્લા અને બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેક્ટર દ્વારા ફરી શ્વાનોમાં આ શિરાનું વિતરણ કરવામાં આવ્યું હતું . આ કામગીરીમાં સમાજના વડીલ ડાહ્યાભાઈ પ્રજાપતિ , ગોવિંદભાઇ પ્રજાપતિ માસ્તર મહેશભાઈ પ્રજાપતિ , પ્રહલાદભાઈ પ્રજાપતિ , કાનાભાઈ પ્રજાપતિ , બકાભાઈ પ્રજાપતિ , હસમુખભાઈ પ્રજાપતિ સહિતના સેવાભાવી બંધુઓએ ઉપસ્થિત રહી વિવિધ વિસ્તારમાં શ્વાનો ને શિરો પહોંચાડી જીવદયા નું ઉત્તમ કાર્ય કર્યું હતું.