#PATAN : જૈન શ્રેષ્ઠી દ્વારા પાટણ શહેર ને અપૅણ કરાયેલ જ્ઞાનબાઈ પ્રસુતિ ગૃહ ને ૧૦૦ વષૅ પૂર્ણ થયાં..

વેપારીઓની રજુઆત નાં પગલે કોર્પોરેટર ભરત ભાટીયા દ્વારા પાલિકાના સફાઈ કામદારો પાસે કેમ્પસ ની સફાઈ હાથ ધરાવી..

પાટણ કોંગ્રેસ સમિતિ અને વિસ્તારના વેપારીઓ દ્વારા દાતાઓની પ્રતિમા ને માલ્યાપણૅ કરવાનો કાર્યક્રમ આયોજિત કરાયો..

પાટણ તા.૧
પાટણ શહેરના વિકાસમાં મુંબઈગરા જૈન શ્રેષ્ઠીઓ નો સહકાર અનન્ય રહ્યો છે. પછી તે આરોગ્યની દ્રષ્ટિએ હોય, શૈક્ષણિક દ્રષ્ટિએ હોય કે પછી સામાજિક દ્રષ્ટિએ હોય પરંતુ પાટણ શહેરને વિકાસની હરણફાળ તરફ લઈ જવામાં મૂળ પાટણ ના પણ વષૉથી મુંબઈ જેવી મહાનગરી માં સ્થાઈ થઈ ને હમેશાં માતૃભૂમિ ની ચિંતા સેવતાં જૈન શ્રેષ્ઠીઓનું દાન અવિરત પણે પાટણ શહેરને મળતું રહ્યું છે.


પાટણ શહેરના મુખ્ય બજાર માગૅ પર આજથી ૧૦૦ પૂર્વ પાટણના જૈન શ્રેષ્ઠી કિલાચંદ દેવચંદ શેઠ પરિવાર દ્વારા પાટણ પંથકના લોકો ને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા પોતાની માતૃ શ્રી ના નામે જ્ઞાનબાઇ પ્રસુતિ ગૃહની સ્થાપના કરવામાં આવી હતી. જે પ્રસૃતિ ગૃહ નો અનેક મહિલાઓએ લાભ લઇ જૈન શ્રેષ્ઠી ની આરોગ્યની સેવા ને બીરદાવી હતી.


પરંતુ સમય જતાં આજે જૈન શ્રેષ્ઠી દ્વારા પાટણ શહેર ને અપૅણ કરાયેલ જ્ઞાનબાઈ પ્રસુતિ ગૃહ આરોગ્યતંત્રની નિષ્કાળજી ને કારણે તેમજ શહેરીજનોની ઉદાસીનતાને કારણે ખંડેર હાલતમાં ફેરવાયું છે. ત્યારે પાટણના જૈન શ્રેષ્ઠી દ્વારા પાટણ શહેર ને અપૅણ કરાયેલ આરોગ્યની સુવિધા રૂપ જ્ઞાન બાઈ પ્રસુતિ ગૃહની રોનક ને પુનઃ તાજી કરવા અને ખંડેર બનેલાં જ્ઞાન બાઈ પ્રસુતિ ગૃહ કેમ્પસમાં ઉગી નિકળેલા ઝાડી ઝાંખરા દુર કરવા આ વિસ્તારના વેપારીઓ દ્વારા વર્ષ 2022 ના શુભારંભ નાં પ્રથમ દિવસે પાટણ નગરપાલિકા તંત્ર ને રજૂઆત કરતાં પાલિકા નાં કોર્પોરેટર ભરતભાઈ ભાટીયા દ્વારા પાલિકાના સફાઈ કામદોરો ને યુદ્ધ નાં ધોરણે કામે લગાડી જ્ઞાનબાઈ પ્રસુતિ ગૃહ ની સફાઈ કામગીરી શરૂ કરાવવામાં આવતાં વિસ્તારના વેપારીઓ દ્વારા પાલિકા તંત્ર સહિત કોર્પોરેટર ભરત ભાટીયા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તો આ જ્ઞાનબાઇ પ્રસુતિગૃહ ની સ્થાપના ને ૧૦૦ વર્ષ થતા દાતાશ્રીઓની પ્રતિમાને માલ્યાપર્ણ કરવાનો કાર્યક્રમ પણ શહેર કોંગ્રેસ સમિતિ સહિત આ વિસ્તારના વેપારીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હોવાનું પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયાએ જણાવ્યું હતું.