#PATAN : લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ ખાતે સાપ્તાહિક ડે – સેલીબ્રેશનનું આયોજન કરાયું..

પાટણ તા.૧
શિક્ષણની સાથે સાથે અન્ય બાહ્ય પ્રવૃત્તિમાં ભાગ લેનાર વિદ્યાર્થી માનસિક અને શારીરિક રીતે વિકાસશિલ બનતો હોય છે. ત્યારે પાટણ ની લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ ખાતે વિધાર્થીઓ ની બાહ્ય શક્તિ ને વિકસાવવાના ઉદ્દેશ થી ચોકલેટ ડે ,ફ્લાવર ડે , બલુન ડે, બુક ડે , રેડ એન્ડ બ્લેક ડે સહિત ડાન્સને લગતો ટેલેન્ટનો સાપ્તાહિક કાર્યક્રમ યોજાયો હતો. આસાથે સાથે શિક્ષકો અને સ્ટાફ પરિવારનાં રમતોત્સવનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે શાળાના મેનેજિંગ ડાયરેક્ટર અમિતભાઈ પટેલ . શાળાના પ્રમુખ દિનાબેન પટેલ, શાળાના ડાયરેક્ટર એલ. કે પટેલ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય કિશોરભાઇ રામી , પ્રાથમિક વિભાગના આચાર્ય તન્વીબેન મોદી સહિતના સ્ટાફે ઉજવણી માં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી કાર્યક્રમને જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.