#PATAN : પાટણ કલેકટર ને મુખ્ય સેવિકાની શૈક્ષણિક લાયકાતના પરિપત્રમાં ફેરફાર કરવા રજૂઆત કરાઈ..

નવા પરિપત્રમાં ફક્ત હોમ સાયન્સ અને ચાઈલ્ડ ડેવલોપમેન્ટનો કોર્ષ કરેલી બહેનો જ પરિક્ષા આપી શકે તેવા ઉલ્લેખ ને લઈ આવેદનપત્ર આપ્યું..

મુખ્ય સેવિકાની બે ત્રણ વર્ષથી તૈયારી કરતી વિદ્યાર્થિનીઓ નારાજ..

પાટણ તા.૧
પાટણમાં બેરોજગાર યુવતીઓએ મુખ્ય સેવિકાની શૈક્ષણિક લાયકાત માટેના પરિપત્રમાં ફેરફાર કરવા શનિવારના રોજ કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું.


ગ્રામ પંચાયતમાં મુખ્ય સેવિકાની ભરતી માટે તાજેતરમાં ગુજરાત પંચાયત વિભાગ દ્વારા સ્નાતક કક્ષાની લાયકાતના બદલે માત્ર હોમ સાયન્સ અને ચાઈલ્ડ ડેવલોપમેન્ટ કોર્ષ કરેલી યુવતીઓ જ લાયક ગણવામાં આવશે તેવો પરિપત્ર બહાર પાડ્યો છે. જેને લઈ મોટાભાગની મુખ્ય સેવિકાની નોકરી માટે તૈયારી કરતી બેરોજગાર યુવતીઓમાં નારાજગી જોવા મળી રહી છે.તો આ મામલે શનિવારના રોજ પાટણમાં યુવતીઓએ કલેક્ટરને આ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે પરીક્ષા ફોર્મ ભરવાનો સમય નજીક આવતા આ નિર્ણયથી છેલ્લા બે થી ત્રણ વર્ષથી તૈયારી કરતી યુવતીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હોવાનુ જણાવી ભરતી માટેના છેલ્લા સમયે લાયકાત બદલવાના નિર્ણયને લઈ પાટણમાં બેરોજગાર યુવતીઓ ન્યાય મળે તેવી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું.