#PATAN : ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળતા મહેન્દ્રભાઈ પટેલ..

વકીલોના પ્રશ્નોને પરિણામ લક્ષી બનાવવા ખાતરી આપી..

પાટણ તા્૧
તાજેતરમાં પાટણ ડીસ્ટ્રીક બાર એસોસીએશનની બિનહરિફરી થયેલી ચૂંટણી બાદ પુનઃ એક વખત પાટણ ડીસ્ટ્રીક બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે પાટણ શહેરના જાણીતા એડવોકેટ અને પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.


ત્યારે વર્ષ 2022 ની શુભ શરૂઆત ના પ્રથમ દિવસે પાટણ ડીસ્ટ્રીક બાર એસોસીએશનના પ્રમુખ તરીકેનો ચાર્જ વિધિવત રીતે મહેન્દ્રભાઈ પટેલે ગ્રહણ કરતાં ઉપસ્થિત પાટણ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશન
ના સભ્યોએ તેઓના પ્રમુખ તરીકે ના પદ ગ્રહણ ને વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
પાટણ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે કાયૅભાળ સંભાળતા મહેન્દ્રભાઈ પટેલે એસોસિએશન નાં સભ્યો સહિત વકિલ મિત્રો નો આભાર વ્યક્ત કરી વકિલો નાં પ્રશ્નો ને પરિણામ લક્ષી બનાવવાની ખાતરી આપી હતી.
પાટણ ડીસ્ટ્રીક બાર એસોસિએશનના કાયૅકારી પ્રમુખ કે.ડી.મહાજન,ઉપ પ્રમુખ સંગીતાબેન જોશી, મંત્રી ધવલ પંડ્યા, સહમંત્રી ડી.એમ ઠાકોર,દશૅના પટેલ, ખજાનચી રામકુમાર જોશી સહિત કારોબારી સભ્યો એમ એચ પટેલ,એમ એ ચૌહાણ,એ આર ત્રિવેદી,જે જે બારોટ,આઈ આર બેલીમ,એન બી રાવલ, એસ એસ ઠાકોર, ડિસ્ટ્રિક્ટ બાર લાઇબ્રેરીના મંત્રી પરાગ શાહ, સહમંત્રી હાર્દિક નાયી, ખજાનચી સચિન નિમાવત, પી એમ રાઠોડ, હર્ષદ સોલંકી એડમિશન કમિટીના ચેરમેન સંધ્યાબેન પ્રધાન સભ્ય અશ્વિન દરજી,તેજલ બેન પ્રજાપતિ, અમલીકરણ સમિતિના ચેરમેન એચ.એ બલોચ, વિપુલ શુક્લ, આંતરીક ઓડીટર તરીકે આઈ કે સલાટ ની પણ સવૉનુમતે વરણી કરવામાં આવી હોવાનું પાટણ ડીસ્ટ્રીક બાર કાઉન્સિલના સૂત્રોએ જણાવ્યું હતું.