#PATAN : કોરોના અને ઓમિક્રોન નાં પગલે પાટણ જિલ્લા પ્રશાસન દ્વારા માસ્ક જાગૃતિ અંગે ડ્રાઈવ યોજાઇ..

માસ્કો વગરના લોકોને માસ્ક વિતરણ કરી માસ્ક પહેરવા અપીલ કરાઈ..

પાટણ તા.૧
ગુજરાત માં કોરોના અને ઓમિક્રોન નાં દિવસે દિવસે કેસો વધી રહ્યા છે ત્યારે આ કોરોના અને ઓમિક્રોનની સંભવીત લહેર સામેની લડાઇના પૂર્વ તૈયારીના ભાગરૂપે પાટણ જિલ્લા પ્રશાસન દ્વારા શનિવારે સાંજે લોક જાગૃતિ માટે માસ્ક ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું.


જિલ્લા પ્રશાસન દ્વારા કરાયેલ માસ્ક જાગૃતિ અભિયાન અંતર્ગત સાંજે 5:00 કલાકે રેલવે સ્ટેશનથી બગવાડા દરવાજા, જુના ગંજ, હિંગળાચાચર, ત્રણ દરવાજા, ટીબી ત્રણ રસ્તા થી નવજીવન ચોકડી, બસ સ્ટેશન લીલીવાડી, આનંદ સરોવર ગાયત્રી મંદિર થી સુભાષ ચોક માગૅ પર થી પસાર થતા રાહદારીઓ,વાહન ચાલકો, વેપારીઓ ને માસ્ક પહેરવા અપીલ કરી માસ્ક જાગૃતિ નો સંદેશ આપ્યો હતો.જોકે માસ્ક જાગૃતિ અભિયાન અંતર્ગત માસ્ક વગરના લોકો ને દંડ કયૉ વીના માસ્ક આપી માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી હતી.
માસ્ક જાગૃતિ અભિયાન માં વહીવટીતંત્ર સાથે નગરપાલિકા કોર્પોરેટર, સેવાભાવી સંસ્થાઓ જોડાઈ હતી.