#PATAN : ફૂટપાથ પર જીવન ગુજારતા શ્રમજીવી ઓને ધાબળા વિતરણ કરાયા

પાટણ તા.૧
પાટણ શહેરમાં ઠંડીનો ચમકારો વધ્યો હોય ફુટપાથ ઉપર જીવન ગુજારતા જરૂરિયાતમંદો ને ઠંડીમાં રક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી ગરમ વસ્ત્રો અને ધાબળા ઓનું વિતરણ કરવાનું શહેરના દંપતિ પ્રકાશભાઈ અને મીનાબેન પટેલ ના સહયોગથી પાટણ સીટી પેજ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.


ઉપરોક્ત સેવાભાવીઓ દ્વારા શહેરના ચાણસ્મા રોડ ઉપર તેમજ શહેરના અલગ અલગ ફૂટપાથ પર વસતા લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા અંદાજે 100 જેટલા ધાબળાનું ટીમના યુવકો દ્વારા સમગ્ર શહેરમાં ફરીને જરૂરીયાત મંદ લાગે તેવા લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકાર્યમાં ટીમ નાં જૈમીન મોદી ગૌરવ પંડ્યા સહિતના યુવાનો જોડાયા હતા.