#PATAN : પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા શ્વાનો માટે ૧૨૫ કિલો લાડુ તૈયાર કરાયા..

રવીવારે રજાનો સદ ઉપયોગ કરી ક્લબના સભ્યો શ્વાનો ને લાડુ વિતરણ કરશે..

પાટણ તા.૧
પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શીયાળા માં શ્વાનો માટે યુથ ક્લબના સભ્યો ની મહેનતથી 125 કિલો લાડુ બનાવવામાં આવ્યા છે.


પાટણ પ્રજાપતિ યુથ ક્લબના સેવાભાવી યુવાનો દ્વારા શ્વાનો માટે બનાવવામાં આવેલા આ લાડુઓ નું વીતરણ રવિવારના રોજ શહેરના મહોલ્લા,પોળો અને સોસાયટી વિસ્તાર સહિત આજુબાજુના ખેતરોમાં સભ્યો જાતે જઈને અબોલ શ્વાનોને ખવરાવી જીવ દયાની ભાવનાને ઉજાગર કરશે.
પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા દર વષૅ શિયાળામાં શ્વાનો માટે કરાતી જીવદયા ની પ્રવૃતિ ને સમાજ સહિત શહેરીજનોએ સરાહનીય લેખાવી છે.