#CHANASMA : પરમ પુજ્ય સચ્ચિદાનંદ સ્વામીજી યોગાશ્રમ ચાણસ્મા ખાતે સુખડી અને છાશ નું વિતરણ કરાયું.

કોરોના ની મહામારી સમયે બંધ કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિ પુનઃ શરૂ કરવામાં આવી..

પાટણ તા.૨
પાટણ જિલ્લા નાં ચાણસ્મા સ્થિત સ્વામી સચ્ચિદાનંદજી યોગાશ્રમ ખાતે રવિવારથી જરૂરિયાત મંદ લોકો ને નિઃશુલ્ક છાસ અને સુખડીનુ ટ્રસ્ટી મંડળ અને સેવકો નાં સહકાર થી વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.


આ સેવાકીય પ્રવૃતિ વષૉ થી ચાલું હતી પરંતુ થોડો સમય કોરોના ની પરિસ્થિતિના કારણે બંધ કરવામાં આવી હતી હાલમાં કોરોના ની પરિસ્થિતિ સુઘારા ઉપર આવતાં પરમ પુજ્ય સ્વામી સચ્ચિદાનંદ યોગાશ્રમના ટ્રસ્ટી મંડળ સહિત સેવકો દ્વારા ફરીથી છાશ અને સુખડી નું વિતરણ શરૂ કરાયું હોવાનું ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવ્યું હતું.


પરમ પુજ્ય સ્વામી સચ્ચિદાનંદજી યોગાશ્રમ ખાતે રવિવાર છાશ અને સુખડી વિતરણના દાતા મનુભાઈ કવિએ તેમના પિતાજી નારણભાઈ ગંગારામ કવિના સ્મરણાર્થે સહયોગ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં પરમ પુજ્ય સચ્ચિદાનંદ યોગાશ્રમના ટ્રસ્ટીઓ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ પસાભાઈ પટેલ (ડેવિડ), ચાણસ્મા નગર પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, શૈલેષભાઈ મોદી, સહિત આશ્રમના સેવકો તેમજ આશ્રમના સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.