#PATAN : ગોપાલક વિધાલય ખાતે સ્પધૉત્મક પરિક્ષા ની તૈયારી કરતાં ઉમેદવારો માટે માગૅદશૅન સેમિનાર યોજાયો..

પૂર્વ પંચાયત મંત્રી સહિત નાં મહાનુભાવો દ્વારા GPSC પાસ કરનારા ઉમેદવારો નુ સન્માન કરી પ્રોત્સાહિત કરાયા..

ક્રિષ્ના ગૃપ પાટણ ની સેવાકીય પ્રવૃતિઓને ઉપસ્થિત આગેવાનોએ સરાહનીય લેખાવી..

પાટણ તા.૨
પાટણ ખાતે ક્રિષ્ના ગ્રુપ દ્વારા કોરોના ની મહામારી નાં કપરા સમયમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી અને તેઓની આ સેવાકિય પ્રવૃત્તિ ની જિલ્લા પ્રશાસન સહિતના લોકોએ નોધ લઈ સરાહનીય લેખાવી હતી.
ક્રિષ્ના ગૃપ દ્વારા હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોને માર્ગદ્શન પુરૂ પાડવા તજજ્ઞો દ્વારા સેમિનાર અને GPSC માં પાસ થયેલ ઉમેદવારોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ રવીવાર ના રોજ ગોપાલક વિધાલય ખાતે પૂર્વ પંચાયત મંત્રી અને પાટણ નાં પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ સહિત નાં મહાનુભાવો ના વરદહસ્તે GPSC ની પરિક્ષા પાસ કરનારા ઉમેદવારો નુ સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.તો ઉપસ્થિત તજજ્ઞો દ્વારા સ્પધૉત્મક પરિક્ષા ની તૈયારી કરતાં ઉમેદવારો ને સચોટ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.


ગોપાલક વિધાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સમાજના ગુરૂજન, રાજકીય-સામાજિક આગેવાનો અને અધિકારીઓ, ક્રિષ્ના ગૃપ નાં સેવાભાવી યુવાનો તેમજ દરેક સમાજ નાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.