#PATAN : ઊંઝા મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડૉ. લીલાબેન સ્વામીનો વયનિવૃત્તિ સમારંભ યોજાયો..

શૈક્ષણિક કારકિર્દી દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉમદા કામ કરનાર ડો લીલાબેને અનેક એવોર્ડ મેળવ્યા છે..

વય નિવૃત સમારોહ માં રાજકિય, સામાજિક, શૈક્ષણિક માધંતાઓએ ઉપસ્થિત રહી નિવૃત્ત જીવન ની શુભકામના પાઠવી..

પાટણ તા.૨
પાટણની અનેક સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સંકળાયેલા મહિલા અગ્રણી ડૉ. લીલાબેન સ્વામીએ આર્ટ્સ કોમર્સ મહિલા કોલેજ ઊંઝામાં પ્રિન્સીપાલ તરીકે ૧૭ વર્ષ અને કુલ ૩૩ વર્ષની અધ્યાપક તરીકે ની ફરજ બજાવી વયનિવૃત્તિ થતાં તેમનો વય નિવૃત સત્કાર સમારંભ તેમના દિકરા વિવેક સ્વામી અને જીગર સ્વામી પરિવાર દ્વારા શહેરના દિબાજ પાર્ટી પ્લોટમાં શાનદાર રીતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણકાકા, પૂર્વ એ.પી.એમ.સી.ના ચેરમેન ગૌરાંગભાઈ પટેલ, વર્તમાન એ.પી.એમ.સી.ના ચેરમેન દિનેશભાઇ પટેલ, હેમ.ઉ.ગુ.યુનિ.ના રજીસ્ટ્રાર ધર્મેન્દ્રભાઇ પટેલ, ઇ.સી. મેમ્બર શૈલેષભાઇ, ઉ.ગુ.યુનિ.ના આચાર્યો, અધ્યાપક મિત્રો, ઊંઝા કન્યા કેવળણી મંડળના ટ્રસ્ટી ડૉ. અમૃતભાઇ, વસંતભાઈ, વિષ્ણુભાઈ તેમજ અગ્રણી બદ્રીપ્રસાદ બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવો એ ઉપસ્થિત રહી નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી હતી.


ડૉ. લીલાબેને તેમની શૈક્ષણિક કારકીર્દીમાં ૨૮ વિદ્યાર્થીઓને પીએચ.ડી. અને ૪ વિદ્યાર્થીઓને એમ.ફિલ.ની ડીગ્રી અપાવી છે. પાંચ ઓલ ઇન્ડિયા રેડિયો વાર્તાલાપ, ૧૦૦ કરતાં વધુ રિસર્ચ પેપરો આંતરરાષ્ટ્રીય, નેશનલ, રાજ્ય અને પ્રાદેશિક કક્ષાએ રજૂ કર્યા છે.તેમણે ૧૭ પુસ્તકો અભ્યાસક્રમને લગતાં તેમજ પર્યાવરણ, મહિલા જાગૃતિ, મહિલા સમસ્યાઓ વિષે લખેલ છે. તેઓ ઓલ ઇન્ડિયા ઇકોનોમીકસ એશોસિએશન તેમજ ગુજરાત ઇકોનોમીક એશોસિએશનના કારોબારી મેમ્બર, ઉ.ગુ. અર્થશાસ્ત્ર મંડળના પ્રમુખ, ઉ.ગુ. આચાર્ય મંડળના મંત્રી, ભગિની સમાજના મંત્રી, લાયોનેસ કલબના પ્રમુખ તેમજ અનેક સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓના સભ્ય તરીકે પ્રસંસનિય કામગીરી બજાવેલ છે.
તેઓશ્રી ને વર્ષ ૨૦૦૩ માં બ્લડ ડોનેશન કેમ્પો દ્વારા બ્લડ એકત્ર કરવા બદલ પૂર્વ આરોગ્યમંત્રી આઇ.કે. જાડેજાના હસ્તે તેમજ થેલેસીમીયા જાગૃત્તિ બદલ પૂર્વ રાજ્યપાલ નવલકિશોર શર્માના હસ્તે તેમજ પુર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે સામાજિક અને શૈક્ષણિક યોગદાન બદલ સારસ્વત એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ છે.


નિવૃત્ત થયા પછી તેઓએ પાટણની અગ્રણી મહિલા સંસ્થા ભગિની સમાજમાં મંત્રી તરીકે સેવા આપવાનો સ્વીકાર કર્યો છે. મહિલા અગ્રણી યામિનીબેન દેસાઇએ આ સંસ્થામાં મંત્રી તરીકે વર્ષો સુધી સેવા આપી હતી. ડૉ. લીલાબેન સ્વામી તેમના વર્ષોના અનુભવોને જોતા યામીનીબેનની ખોટ જરૂર પૂરી પાડશે તેવી ઉપસ્થિત સૌએ કામનાં વ્યક્ત કરી વિવિધ ભેટ સોગાદ સાથે ડો.લીલાબેન મહેન્દ્રભાઈ સ્વામી ના નિવૃત્ત જીવન ની કામના કરી હતી.