#PATAN : નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને નિરવ ગાંધી કરા ઓકે ગૃપ દ્વારા નયે સાલ કા નયા તરાના સંગીત મઢયો કાયૅક્રમ યોજાયો…

કલાકારો દ્વારા જુનાં નવાં ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવ્યા..

પાટણ તા.૨
કોરોના ની વૈશ્વિક મહામારી માં જયારે સમગ્ર ભારત સહિત કેટલાક અન્ય દેશો માં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આ કપરાં સમય માં દરેક પરિવાર ને મનોરંજન પુરું પાડવા ટેકનોલોજી નાં માધ્યમ થી ગીત સંગીત પીરસી પાટણ નું નામ રોશન કરનાર નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને નિરવ ગાંધી કરા ઓકે ગૃપ દ્વારા નવાં વષૅ નાં પ્રારંભ પ્રસંગે શહેરના ગાંધી સ્મૃતિ હોલ ખાતે નયે સાલ કા નયા તરાના નામનો સંગીત મઢયો કાયૅક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશન નાં પ્રમુખ દિલીપભાઇ પટેલ, જલારામ સેલ્સ એજન્સીના ઓનૅર અંકિતભાઈ ઠક્કર, જાયન્ટસ પ્રમુખ નટવરભાઈ દરજી, બ્રિજેશભાઈ સોની, રમેશભાઈ પટેલ (ભૈયા) સહિતના મહાનુભાવો એ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકી સંગીત નગરી પાટણ નું નામ દેશ વિદેશમાં ગુંજતું કરનાર નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને નિરવ ગાંધી કરા ઓકે ગૃપ ને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
નયે સાલ કા નયા તરાના કાયૅક્રમ અંતગર્ત ઉપસ્થિત કલાકારો એ એક પછી એક જુનાં નવાં ફિલ્મી ગીતોની રમઝટ બોલાવી ઉપસ્થિત મહાનુભાવો સહિત પ્રેક્ષકો ને મંત્રમુગ્ધ બનાવ્યા હતા.


કલાકારો નો ઉત્સાહ વધારવા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુરસ્કારો ની વષૉ વરસાવી નવાં વષૅ નાં આગમનને યાદગાર બનાવ્યું હતું.
કાયૅક્રમ નૈ સફળ બનાવવા નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને નિરવ ગાંધી કરા ઓકે નાં ઓનૅર નિરવ ગાંધી સહિત ટ્રસ્ટી ડો.આસુતોષ પાઠક, યશપાલ સ્વામી, સંજય ખમાર,રાજીવ ત્રિવેદી સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી તો કાયૅક્રમ નું સફળ સંચાલન પરેશભાઈ લિમ્બાચિયા દ્વારા કરવામાં આવેલ હતું.