#PATAN : જિલ્લા માં ૧૫ થી ૧૮ વષૅ નાં બાળકો માટે રસીકરણ અભિયાન નો પ્રારંભ કરાશે..

જિલ્લામાં ૮૧૯૨૧ નાં રસીકરણ લક્ષ્યાંક ને પહોંચી વળવા આરોગ્ય તંત્ર ની તૈયારીઓ..

જિલ્લા ની ૨૫૭ માધ્યમિક શાળા,૧૨ આઈટીઆઈ અને ૬૦ કોલેજો માં રસીકરણ અભિયાન હાથ ધરાશે.

પાટણ તા.૨


કોરોના ઓમિક્રોન ની લહેર ને ધ્યાનમાં રાખીને ૧૫ થી ૧૮ વર્ષના બાળકો માટે આવતીકાલ સોમવારથી પાટણ જિલ્લા ની તમામ શાળાઓ, કોલેજો અને સરકારી તેમજ ખાનગી આઈટીઆઈ માં વેકસીનેસન રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવનાર હોવાનુ આરોગ્ય વિભાગ નાં સુત્રોએ જણાવ્યું હતું.
પાટણ શહેરની બી.ડી.હાઈસ્કુલ ખાતે બપોરે ૧૨-૦૦ કલાકે જિલ્લા કલેકટર સહિતના અધીકારીઓની ઉપસ્થિત માં રસીકરણ અભિયાન નો પ્રારંભ કરવામાં આવશે.
આ સાથે પાટણ શહેર અને જિલ્લાની કુલ ૨૫૭ માધ્યમિક શાળાઓ,૧૨ સરકારી અને ખાનગી આઈટીઆઈ તેમજ ૬૦ કોલેજો માં આ રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે જે રસીકરણ ની કામગીરી માં ૨૦૦૦ થી વધુ સ્ટાફ જોડાઈ પાટણ જિલ્લામાં કુલ ૮૧૯૨૧ નાં લક્ષ્યાંક ને ક્રમશઃ પૂર્ણ કરવામાં આવશે હાલમાં ૫૦ હજાર ડોઝ ની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગ નાં અધીકારી ડો.અક્ષય પ્રજાપતિએ જણાવ્યું હતું.