#PATAN : શહેરની બી ડી હાઇસ્કુલ ખાતે કલેકટર ની ઉપસ્થિતિમાં રસીકરણ મહા અભિયાનનો પ્રારંભ કરાયો..

૧૫થી ૧૮ વર્ષના બાળકોએ કોરોના ની વેકસીન લઈ જિલ્લાના કોરોના મુક્ત બનાવવા અપીલ કરાઈ..

પાટણ જિલ્લાની શાળા કોલેજોને આઇટીઆઇ ખાતે આજથી કોરોના રસી કરણ મહાઅભિયાન નો પ્રારંભ કરાયો..


પાટણ તા.૩

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સંભવિત કોરોના ની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સોમવારથી જિલ્લા પ્રશાસન દ્વારા શહેરના બી ડી હાઇસ્કુલ ખાતેથી ૧૫થી ૧૮ વર્ષના બાળકોને કોરોના વેક્સિંન આપવા માટેનો રસીકરણ મહા અભિયાનનો પ્રારંભ જિલ્લા કલેકટર સહિત અન્ય અધિકારીગણ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.


પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાળા-કોલેજો અને આરટીઆઈઓમાં એકી સાથે સોમવારથી રસીકરણ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો હોય ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના ની રસી લઇ ને પાટણ જિલ્લાને કોરોના મુક્ત બનાવવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.


શહેરની બી ડી હાઇસ્કુલ ખાતેથી રસીકરણ મહાઅભિયાન પ્રારંભ કરાવવાના આ પ્રસંગે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી સહિત બી ડી હાઇસ્કુલ આચાર્ય સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થી બાળકોને કોરોનાની રસીકરણ કરવામાં આવ્યું હતું્