#AMBAJI : શાળાઓમાં વિદ્યાર્થીઓ ને કોવિડ -૧૯ ની રસીકરણ ની કામગીરી શરૂ…..

તા.3 અને 4 જાન્યુઆરી દરમિયાન 15થી 18 વર્ષ ની વય જૂથ નાં તમામ બાળકો ને શાળામાં મફત કોવેક્સિન રસી અપાશે……

કોરોના ની ત્રીજી લહેર એમિક્રોન વેરિયન્ટની શરૂઆત થતાં સરકાર દ્વારા શાળાઓ માં જ બાળકો ને રસી આપવાનું નક્કી કરાયું હતું .
જે મુજબ તા.૩ અને ૪ જાન્યુઆરી નાં રોજ થી ગુજરાત નાં તમામ જિલ્લાઓ ની શાળાઓ નાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ નહિ ભણતા બાળકો કે જેમની ઉંમર ૧૫ થી ૧૮ વર્ષ ની ધરાવતા હોય તેમને શાળાઓ માં જ રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કોરોના નાં નવા વેરિયન્ટ એમિક્રોન સામે કોવીડ -૧૯ ની રસી અસરકારક હોવાથી કોવિડ -૧૯ ની ગંભીર અસરો સામે રક્ષણ મળે તે હેતુ થી સરકાર દ્વારા નાની ઉંમર નાં બાળકો ને શાળાઓ માં જ રસી આપવાનો નિર્ણય લેવાયો હતો , જેમાં સરકારી શાળાઓ, આઇ.ટી.આઇ., કેન્દ્રીય અને અન્ય તમામ પ્રકાર ની શાળાઓ માં ૧૬૭૦ થી વધુ વેકસીનેટરસ દ્વારા ૨ દિવસ માં સમગ્ર ગુજરાત માં વેક્સીનેશન ની કામગીરી પૂર્ણ કરવાનો હેતુ રહેલ છે. શાળાઓ માં વહેલી સવારે ૮ વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુંધી આ કામગીરી ચાલશે જેમાં સરકાર દ્વારા સમગ્ર વહીવટીતંત્ર અને આરોગ્યતંત્ર ને આ કામગીરી દરમિયાન ખડેપગે રહેવાના નિર્દેશ અપાયા છે.

અહેવાલ અલકેશ સિંહ ગઢવી, અંબાજી