#SATNALPUR : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે

શાન્તિધામ કોરડા‌ હાઈસ્કૂલના વિધાર્થીઓને કોવિડ-૧૯ વેક્સિંન આપવામાં આવી.

તારીખ: ૩/૧/૨૦૨૨.

ભારત સરકાર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોને કોવિડ રસિકરણ આપવાનો કાર્યક્રમ શાન્તિધામ કોરડા‌ સંચાલિત શ્રી સચ્ચિદાનંદજી વિધાલયમાં યોજાયો હતો જેમાં હાઈસ્કૂલ ના તમામ વિધાર્થીઓને કોવિડ વેક્સિંન આપવામાં આવી હતી.

કાર્યક્રમ માં સંસ્થાના સંચાલક શ્રી યુવરાજસિંહ જાડેજા, આચાર્ય શ્રી વી.એમ.ચૌધરી, તથા શિક્ષકો તેમજ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોરૂડા પી.એચ.સી.ના સબ સેન્ટર કોરડા માંથી સિસ્ટર વનુબેન ચૌધરી અને અનીશભાઈ દ્વારા તમામ વિધાર્થીઓને કોવિડ વેક્સિંન આપવામાં આવી હતી.

કરણસિંહ જાડેજા સાંતલપુર