#PATAN : ઉતરાણ પર્વ માં પ્રતિબંધ હોવા છતાં પાટણ શહેર માં ચાઈનીઝ દોરી નું વેચાણ…

તંત્ર દ્વારા કોઈ તાપસ હાથ ના ધરાતા ખુલ્લે આમ લોકો ચાઈનીઝ દોરી ખરીદી રહ્યા છે..

શહેરના માર્ગો પર બાળકો ચાઈનીઝ દોરી થી પતંગ ચકાવતા નજરે પડી રહ્યા છે.

સોશ્યલ મીડિયામાં ચાઈનીઝ દોરી ખરીદી કરનાર એક બાળક નો વીડિયો વાઇરલ થયો..

પાટણ તા.૩
ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર, ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં પણ શહેર માં ચાઈનીઝ દોરી નું વેચાણ થઈ રહ્યું હોવાનું ધ્યાન માં આવ્યું છે.તો એક બાળકનો ચાઇનિઝ દોરી ને લઈને સોશ્યલ મીડિયા માં વિડિયો વાયરલ થતાં તંત્ર ની ચાઇનિઝ દોરી નાં વેચાણ પરના કડક અમલની પણ પોલ ખુલી જવાં પામી છે.


પ્રાણઘાતક ચાઇના દોરીનો નું શહેર માં ચોરી છૂપીથી ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ ચાલી રહ્યું છે. ઉત્તરાણ પહેલાં આવા ચાઈનીઝ દોરીના વેચાણ કરતા લોકો ને ઝડપી પાડવા ખૂબ જ જરૂરી છે, કારણ કે એને કારણે ઘણા પક્ષીઓ અને લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.અને ગુમાવી રહ્યા છે .
પ્રતિબંધિત હોવા છતાં પણ ચાઈનીઝ દોરીનો ખૂબ જ મોટો જથ્થો પાટણ શહેરમાં છે અને કેટલાક યુવાનો આ ચાઇનીઝ દોરી વેચીને રૂપિયા કમાવી લેવાની ફિરાકમાં છે. આ લોકોને ચાઈનીઝ દોરીના વેચાણ અટકાવવા માટે લોકો ને તમને પકડી પોલીસ ને સોંપવા જોઈએ તેવી માંગ જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે.
પાટણ શહેર માં પણ એક જીવદયા પ્રેમી દ્વારા શહેર માંથી એક બાળક ને ચાઈનીઝ દોરી બાબતે પૂછતાં તેને જણાવ્યું હતું કે મેં મારા મિત્ર પાસે થી માગવી છે જે પાંચ હજાર વાર છે જે બે નંબર નો માલ હોવાનું જણાવી ઉપરોક્ત મિત્ર શહેરના એક વિસ્તારમાં આવેલ ગલીમાં રહે છે મેં એને વાત કરી હતી કે મારે ચાઇના ની દોરી લેવી છે.તો 250 રૂ માં આવી છે 5 હજાર વાર છે તેમ કહી તેને આપી હોવાનું જણાવતો બાળકનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર ની ચાઈનીઝ દોરી નાં કડક અમલની પણ પોલ ખુલી જવાં પામી હોવાનું લોકો માં ચચૉતુ સાંભળવા મળ્યું હતું.