#PATAN : world book of records લન્ડન દ્વારા ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિતીન ઠાકોરની વરણી કરાઈ..

પાટણ તા.૩


વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લન્ડન દ્વારા ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિતિનભાઈ આર.ધોતિયા (ઠાકોર)ની વરણી કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન દ્વારા ગુજરાત નાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે વરણી કરાયેલા નિતિનભાઈ એ જણાવ્યું હતું કે હવેના સમયમાં તમામ સમાજના અંદરથી પણ લોકોના સારા કામને આગળ લઈ જવા માટે મદદરૂપ બનવાનો મને મોકો મળ્યો છે ત્યારે જે સમાજના અંદર અને જાહેર જીવનમાં એવા કોઈ કામ કરે છે જેને ઇન્ડિયા લેવલ નો રેકોર્ડ, એશિયા લેવલ નો રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચાડવામાં મદદરૂપ બનવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ તેવું તેમણે જણાવ્યું હતું.