#PATAN : બિહાર ખાતે યોજાયેલી રોયલ કબડ્ડી લીગમાં સુણસર ગામના ખેલાડીએ મેડલ સાથે એક લાખની રોકડ રકમનો પુરસ્કાર જીત્યો..

પાટણ તા.૩
તાજેતરમાં બિહારના હુલાશગંજ ખાતે રોયલ કબડ્ડી લીગ સ્પર્ધકોની સ્પધૉ યોજાઇ હતી.

જેમાં પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સુણસર ગામના યુવાન ખેલાડી ઝાલા સંદીપસિંહ જીવુભા એ બેંગ્લોર કબડ્ડી ટીમ તરફથી કેપ્ટન પદે નેતૃત્વ કરી રોયલ કબડ્ડી લીગ બેંગ્લોર યોદ્ધા ટીમને જીત અપાવતા ચાણસ્મા તાલુકાના સુણસર ગામના યુવાન ખેલાડી સંદીપસિંહ ઝાલા ને રોયલ કબડ્ડી લીગ શિલ્ડ અને એક લાખ રોકડ રકમના પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લા નાં ચાણસ્મા તાલુકાના સુણસર ગામના ખેલાડી એ પોતાની કેપ્ટન પદે ટીમ ને વિજેતા બનાવી સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ચાણસ્મા તાલુકાનું ગૌરવ વધાર્યું છે. ત્યારે ઉપરોકત ખેલાડી રમત-ગમત ક્ષેત્રમાં ખુબ પ્રગતિ કરતો રહે સમગ્ર સુણસર ગ્રામજનો એ શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કયૉ હતાં.