#PATAN : સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર પાટણના ગ્રામ્ય વિસ્તારમાં સ્વામિત્વ યોજના નો પ્રારંભ કરાયો..

ભારત સરકારના પંચાયત રાજ્ય મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારોના મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવા સ્વામિત્વ યોજના અમલમાં મુકવામાં આવી છે..

પાટણના ધારણોજ,ભદ્રાડા અને બાદીપુર ખાતે ડ્રોન ફ્લાઈંગ દ્વારા મિલકતની માપણી નો પ્રારંભ કરાયો..

પાટણ તા.૪
ભારત સરકારના પંચાયત રાજ્ય મંત્રાલય દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી સ્વામિત્વ યોજના અમલમાં મુકવામાં આવી છે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર આ યોજનાની અમલવારી મંગળવારના રોજ થી પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી સવૅ ઓફ ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું પાટણ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.


ભારત સરકારના પંચાયત રાજ્ય મંત્રાલય દ્વારા અમલી બનાવાયેલી સ્વામિત્વ યોજના ની માહિતી આપતા પાટણ તાલુકા વિકાસ અધિકારી અરવિંદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે મંગળવારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર પાટણ તાલુકાના ધારણોજ,ભદ્રાડા અને બાદીપુર ગ્રામ્ય વિસ્તારોમાંથી આ યોજનાનો સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ડ્રોન ફલાઈગ કરી મિલકતની માપણી કરવામાં આવી હતી.
આ ડ્રોન ફ્લાઈગ માપણી પૂર્વ ની તૈયારી નાં ભાગરૂપે તથા ચુના માર્કિંગ માટે જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલ ખાતે અગાઉ તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જે તાલીમમાં સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ એકત્રીકરણ અધિકારી કચેરી પાટણ ના પ્રતિનિધિને તાલીમ આપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.


સમગ્ર ઉતર ગુજરાતમાં સૌ પ્રથમ પાટણ તાલુકાના ધાયણોજ, ભદ્રાડા અને બાદીપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ભારત સરકારના પંચાયત રાજ્ય મંત્રાલય દ્વારા મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના સ્વામિત્વ યોજનાના પ્રારંભ પ્રસંગે સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલ ડ્રોન ફ્લાઈંગ પ્રસંગે પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા,
એસઆઈએલઆર વસાવા,ડીઆઈએલઆર હેમરાજભાઈ રબારી,પાટણ તાલુકા વિકાસ અધિકારી અરવિંદભાઈ પ્રજાપતિ સહિત સર્વે ઓફ ઇન્ડિયા નો સ્ટાફ, તાલુકા પંચાયત કચેરી સ્ટાફ, ડી.આઈ.એલ.આર કચેરીનો સ્ટાફ સહિત ગામના સરપંચો તલાટી કમ મંત્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.