#PATAN : યુનિવર્સિટી HNGU ની ઓફલાઈન ઈસી બેઠકમાં વીસી જ ઓન લાઇન માધ્યમથી જોડાતાં તકૅ વિતૅકો સજૉયા…

વિધાર્થી સંગઠન એન એસ યુ આઈ સહિતના વિધાર્થીઓ દ્વારા કુલપતિ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા…

તા.૬ જાન્યુઆરી થી શરૂ થનાર અનુસ્નાતક કક્ષાની પરિક્ષા તમામ વિદ્યાર્થીઓને ફરજીયાત પણે આપવા પત્ર કરાયો..

પાટણ તા.૪
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે મંગળવારના રોજ કારોબારીની મળેલી બેઠક માં યુનિવર્સિટીના કુલપતિ હાજર નહીં રહી ને ઓન લાઈન માધ્યમથી બેઠકમાં જોડાતા અનેક તકૅ વિતૅકો ઉભા થવા પામ્યા હતા. તો વિધાર્થી સંગઠન એન એસ યુ આઈ દ્વારા વિધાર્થીઓ ને સાથે રાખી યુનિવર્સિટી વહિવટી ભવન આગળ કુલપતિ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી અગાઉ વિધાર્થી હિતમાં કરાયેલ પરિપત્ર રદ્ કરવાનાં મામલે હંગામો મચાવતા માહોલ ગરમાયો હતો.


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થી સંગઠન
એનએસયુઆઈ દ્વારા સ્પધૉત્મક પરિક્ષાઓ અને ઓન લાઈન પરિક્ષા મુદ્દે કરાયેલી રજૂઆતના પગલે તારીખ ૨૪મી ડિસેમ્બર થી શરૂ થયેલી યુનિવર્સિટી ની ઓફલાઈન પરીક્ષામાં જે વિદ્યાર્થી ઓફલાઈન પરીક્ષા આપવા ન માંગતો હોય તેવા વિદ્યાર્થીઓને વધુ એક તક આપવાનો યુનિવર્સિટી સંલગ્ન કોલેજો ને પરિપત્ર કરવામાં આવ્યો હતો.
જોકે યુનિવર્સિટી નાં આ પરિપત્ર ને ધ્યાનમાં રાખીને એલઆરડી સ્ટેટેસ્ટિક અને સ્પર્ધાત્મક પરીક્ષા ના સ્ટેટેસ્ટિક સહિત દરેક કોલેજો નાં મંતવ્યો મંગાવવામાં આવતા ૭૦૦ જેટલા જ વિધાર્થીઓ સ્પધૉત્મક પરિક્ષા આપવાનું હોવાનું જાણવા મળતાં યુનિવર્સિટી પરિક્ષા વિભાગ દ્વારા આ બાબતે યુનિવર્સિટી સતાધીશો ને રિપોર્ટ રજૂ કરતાં આગામી ૬ જાન્યુઆરી થી શરૂ થતી અનુસ્નાતક કક્ષાની પરિક્ષાઓ જે સ્નાતક કક્ષાની ડીગ્રી મેળવ્યાં બાદની આ સ્પધૉત્મક પરિક્ષાઓ હોવાથી અને જનરલી આ પરિક્ષાઓ રજા ના દિવસો માં લેવાતી હોય જેથી તા.૬ જાન્યુઆરી થી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર પરિક્ષા તમામ વિદ્યાર્થીઓ માટે ફરજીયાત આપવાની રહેશે અને આ માટે તેઓને કોઈ તક મળશે નહીં તે બાબતે નો પત્ર તમામ વિદ્યાર્થીઓને તેમજ કોલેજોમાં કુલપતિ ના આદેશ થી કરવામાં આવ્યો હોવાનું યુનિવર્સિટીના પરિક્ષા નિયામક ડો.મિતુલ દેલિયા એ જણાવ્યું હતું.


જોકે યુનિવર્સિટી ની કારોબારી બેઠકમાં યુનિવર્સિટી કુલપતિ રૂબરૂ હાજર નહીં રહી ઓન લાઈન માધ્યમથી જોડાતા વિધાર્થીઓ નાં પ્રશ્ને રજૂઆત કરવા આવેલાં વિધાર્થી સંગઠન એન એસ યુ આઈ સહિતના વિધાર્થીઓ માં કુલપતિ સામે રોષ વ્યક્ત કરી કુલપતિ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.