#PATAN : લાખ્ખો રૂપિયા નાં ખર્ચે નિર્માણ પામેલ પાટણ તાલુકા પંચાયત કચેરી માં ખુટતી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા વિપક્ષ નેતા ની રજૂઆત..

પાટણ તા.૪
તાજેતરમાં જ લાખો રૂપિયા નાં ખર્ચે તૈયાર થયેલ પાટણ તાલુકા પંચાયત કચેરી માં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે પાટણ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા સોહન પટેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ને ઉદેશી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
પાટણ તાલુકા પંચાયત વિપક્ષના નેતા દ્વારા કરાયેલી રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે પાટણ તાલુકા પંચાયત કચેરી નાં કામ અથૅ આવતા અરજદારોને પીવાનાં પાણીની સુવિધા ઉપલબ્ધ બનાવવા કચેરી માં પાણી ની પરબ કાયૅરત બનાવવામા આવે સાથે સાથે પંચાયત કચેરીની કેટલીક ઓફિસમાં જરૂરી ફર્નિચર જેવા કે ટેબલ, ખુરશી, કબાટ ની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી ને લેખિત રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.