#CHANASMA : ચાણસ્મા-પાલોલી માઇનોર કેનાલ માં ભંગાણ સર્જાતા પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યા..

હલકી ગુણવતાના કામોના કારણે માઇનોર કેનાલોમાં અવાર નવાર ભંગાણ સર્જાતા હોવાની બૂમરાણ..

રવિ સિઝનના પાકો માં ખેડૂતો ને લાખોનું નુકશાન ની વકી..

પાટણ તા.૪
પાટણ જિલ્લામાં અવાર નવાર કેનલો તૂટવાના બનાવો બની રહ્યા છે ત્યારે ચાણસ્મા તાલુકાના કંબોઈ સીમ વિસ્તારમાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ માંથી પાલોલી તરફની માઇનોર કેનાલ કાઢવામાં આવી છે પરંતુ તંત્ર ના ભ્રષ્ટાચારના કારણે બનાવાયેલી પાલોલી માઇનોર કેનાલમાં ભંગાણ સર્જાતા કેનાલમાં પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા હાલમાં વાવેતર કરાયેલા રવિ સિઝનના પાકો માં લાખોનું નુકશાન થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે.


ચાણસ્મા પંથકના ખેડૂતોએ તેમની મોંઘા મુલી જમીન નર્મદાની મુખ્ય કેનાલ બનાવવા માટે આપી હતી પરંતુ તંત્ર દ્વારા કેનાલ નું હલકી ગુણવત્તાવાળુ બાંધકામ બનાવતા કેનાલ તૂટવાના બનાવો બને છે .જે અનુસંધાને કંબોઈ નજીક પસાર થતી પાલોલી માઇનોર નાની કેનાલ તૂટી જતા કેનાલ નું બધું પાણી ખેતરમાં ભરાઈ જતા હાલના રવી સીઝનના પાકો માં મોટું નુકશાન જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને નર્મદા વિભાગને પણ આ માઇનોર કેનાલ ને તાત્કાલિક રીપેરીંગ કરાવવા માટે રજૂઆત કરવા છતાં પણ નર્મદાના કોઈ અધિકારી સાંભળવા પણ તૈયાર ન હોવાનું કંબોઇના ખેડૂત મયુર સિંહ સોલંકી અને રાજુભાઈ માણેકલાલ જોશી એ જણાવ્યું હતું.