#CHANASMA : એસોસિએશન દ્વારા 12% જી.એસ.ટી સામે વિરોધ પ્રદર્શિત કરાયો..

ફુટવેરના તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી રેલી યોજી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું..

પાટણ તા.૪
સરકાર દ્વારા ફુટવેર ઉપર લગાવેલો 12% જી.એસ.ટી નો ચાણસ્મા ફુટવેર નાં વેપારીઓ દ્વારા મંગળવારે વિરોધ પ્રદર્શિત કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.


જીએસટી નાં વિરોધમાં આયોજિત કરાયેલા ચાણસ્માના ફુટવેર ના વેપારીઓ નાં વિરોધ પ્રદર્શિત કાયૅક્રમ માં તમામ વેપારીઓએ પોતાની દુકાનો સ્વયંભુ બંધ રાખી હતી અને ત્યાર બાદ રેલી યોજી ચાણસ્મા મામલતદાર ને 12% જી.એસ.ટી ફુટવેર ઉપરથી દુર કરીને જૂનો 5% ટકા જીએસટી ચાલુ રાખવામાં આવે એવી માગણી કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


વેપારીઓના જણાવ્યા પ્રમાણે કોરોના કાળની અંદર વેપારીઓના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે અને એના ઉપર સરકાર ની જોહુકમી જેવો જીએસટી માં વધારો કરીને ધંધા-રોજગાર પડી ભાંગવાના આરે લાવી દેવાના હોય એવું લાગી રહ્યું છે. બુટ ચપ્પલ જેવી વસ્તુ કાયમી ઉપયોગી હોવાના કારણે 12% જી.એસ.ટી દૂર કરવો જરૂરી છે એવી વેપારીઓની માગણી છે અને જૂનો 5% જીએસટી ચાલુ રાખવા ફુટવેર ના વેપારીઓ એ માગણી કરી હતી.