#Shankheshwar : મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનો શંખેશ્વર ખાતે થી શુભારંભ કરાયો..

પાટણ તા.૪
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે શંખેશ્વરના શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ ખાતે મંગળવારે પ્રાકૃતિક કૃષિ તાલીમ શાળા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની ખાસ ઉપસ્થિત માં યોજવામાં આવ્યો હતો.


આજ તા.૦૪ થી તા.૦૬ જાન્યુઆરી સુધી યોજાનાર સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમની ત્રિદિવસીય કાર્યશાળાનો પ્રારંભ કરાવતા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા ખેડૂતોને અપીલ કરી હતી.
શંખેશ્વર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર આત્મા પ્રોજેક્ટ ફાર્મર ફ્રેન્ડ તથા પ્રગતિશીલ ખેડૂતો માટે ની કાર્યશાળા માં રાજકિય સામાજિક આગેવાનો, જિલ્લા પ્રશાસન નાં અધીકારીઓ સહીત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.