#SARASWATI : નવનિયુક્ત સરસ્વતી તાલુકા વિકાસ અધિકારી ચંપકભાઈ લીમ્બાચીયા નું પાટણ સમાજ દ્વારા સ્વાગત સન્માન કરાયું..

પાટણ તા.૫
પાટણના સરસ્વતી તાલુકા વિકાસ અધિકારી તરીકે નવ નિયુક્ત ચંપકભાઈ લીમ્બાચીયાએ પોતાનો ચાજૅ વિધીવત રીતે ગ્રહણ કર્યો છે ત્યારે નવનિયુક્ત સરસ્વતી તાલુકા વિકાસ અધિકારી ચંપકભાઈ લીમ્બાચીયા નું મંગળવારના રોજ પાટણના નાયી સમાજના આગેવાનો દ્વારા રૂબરૂ મુલાકાત લઈ તેઓનું સમાજ વતી સ્વાગત સન્માન કરી આવકારવામાં આવ્યા હતા.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન સમાજના આગેવાનો એ નવનિયુક્ત સરસ્વતી તાલુકા વિકાસ અધિકારી ચંપકભાઈ લીમ્બાચીયા ને બુકે અને સાલ અપૅણ કરી શુભકામનાઓ પાઠવી હતી.


નવ નિયુક્ત સરસ્વતી તાલુકા વિકાસ અધિકારી નાં સ્વાગત સન્માન સમારોહ પ્રસંગે પાટણ નાયી સમાજના આગેવાન ભાઈલાલભાઈ લીમ્બાચીયા, બચુભાઈ ભાટી શિહોરી તથા મુકેશભાઈ નાઈ પ્રમુખ વઢીયારા સમાજ તથા મુકેશભાઈ માસ્તર મંત્રી લીમ્બાચીયા યુવા સંગઠન. સિપોર નિવાસી દોતોર સમાજ હાલ પાટણ તથા શૈલેષભાઈ લિમ્બાચીયા ડીલક્ષ જેવા લીમ્બાચીયા સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
તો આ પ્રસંગે પાટણવાડા પરગણા પ્રગતિ નાયી સમાજ બેતાલીસ વિભાગના યુવા પત્રકાર અને લિમ્બાચીયા યુવા સંગઠન પાટણ જિલ્લા ના મંત્રી શૈલેષભાઈ વામૈયાએ પણ નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી ચંપકભાઈ નું બહુમાન કર્યું હતું.