#PATAN : જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા દ્વારા આયુષ્યમાન કાડૅ માટે નાં નવીન લોગીન આઈ ડી બનાવી આપવા રજૂઆત..

વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ને લેખિત રજૂઆત કરાઈ..

પાટણ તા.૫
પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ દ્વારા પાટણ જિલ્લા ની પ્રજા ને ભોગવવી પડતી આયુષ્યમાન કાડૅ કઢાવવા માટે ની મુશ્કેલી નું તાત્કાલિક ધોરણે નિવારણ લાવવાની લેખિત રજૂઆત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ને કરવામાં આવી છે.
પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતુ કે પાટણ જિલ્લામાં અમુક જ ગ્રામ પંચાયત ખાતે આયુષ્યમાન કાડૅ માટે નાં લોગીંન આઈ ડી આપવામાં આવેલ છે. તો જિલ્લાની કેટલીક ગ્રામ પંચાયતોમાં આયુષ્યમાન કાડૅ માટેનાં લોગીન આપવામાં આવેલ ન હોવાથી આવા ગ્રામ પંચાયત નાં લાભાર્થીઓ લાભ થી વંચિત રહી જતાં હોય છે. ત્યારે લાભાર્થીઓની ઉપરોક્ત મુશ્કેલી નું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા વી સી ઈ મિત્રો ને એલ.ઓ.લેવલથી તાત્કાલિક ધોરણે લોગીન આઈ ડી બનાવી આપવામાં આવે તેવી રજૂઆત તેઓ દ્વારા મુખ્ય આરોગ્ય અધિકારી ને લેખિત કરવામાં આવેલ રજુઆત માં કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.