#PATAN : પાટણ થી ઊંઝા તરફની વહેલી સવારે એસટી બસ ની સુવિધા ઉપલબ્ધ બનાવવા માંગ ઉઠી..

પાટણ તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ નાં ચેરમેન દ્વારા મહેસાણા એસટી વિભાગનાં વિભાગીય અધીકારી ને લેખિત રજૂઆત કરાઈ..

પાટણ તા.૫
પાટણ થી ઊંઝા અપડાઉન કરતા નોકરિયાતો,વેપારીઓ અને વિધાર્થીઓને સવારે ૭:૩૦ થી ૮:૩૦ ના સમયમાં એક પણ લોકલ એસ.ટી બસ ની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી નાં છુટકે જીવ નાં જોખમે ખાનગી વાહનો માં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.
પાટણ થી ઊંઝા વહેલી સવારે ૭-૩૦ થી ૮-૩૦ નાં સમય દરમિયાન એસ ટી બસ ની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી લેખિત રજૂઆત પાટણ તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ નાં ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા મહેસાણા એસટી વિભાગનાં વિભાગીય નિયામક ને કરવામા આવી હોવાનું તેઓએ જણાવ્યું છે.


આ બાબતે મહેસાણા એસટી વિભાગનાં વિભાગીય અધીકારી દ્વારા પાટણ થી ઊંઝા અપડાઉન કરતા વિધાર્થીઓ, વેપારીઓ અને નોકરીયાતો ની મુશ્કેલી ને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે વહેલી સવારે પાટણ થી ઊંઝા જવાં માટે એસટી બસ ની સુવિધા ઉપલબ્ધ બનાવે તેવી માંગ તેઓ દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.