#PATAN : જિલ્લા મંડપ એસોસિએશન દ્વારા સ્નેહમિલન પ્રસંગ અને મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ત્રિવિધ સેવાકીય પ્રોજેક્ટ હાથ ધરાયો..

મંડપ એસોસિએશન દ્વારા અબોલ જીવોને લીલો ઘાસચારો જવાનોને લાડુ અને દરિદ્ર નારાયણ ને પાકું ભોજન જમાડ્યુ..

પાટણના રખડતા ભટકતા દરિદ્રનારાયણોને નવરાવી ધોવરાવી સ્વચ્છ કપડાં પહેરાવ્યા..

પાટણ તા.૫
પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ અને એસોસિએશન દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. ત્યારે મકરસંક્રાંતિ ના પાવન પર્વને અનુલક્ષીને પાટણ જિલ્લા મંડપ એસોસિએશન ના સ્નેહમિલન પ્રસંગે બુધવારના પવિત્ર દિવસે શહેરના બકુલ પાર્ટી પ્લોટ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે કાયૅક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.


પાટણ જિલ્લા મંડપ એસોસિએશન ના પ્રમુખ જયેશભાઈ સાંડેસરા અને મંત્રી ધવલભાઇ ઓતિયાની આગેવાની હેઠળ એસોસિયેશનના તમામ સભ્યો દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ અને મકર સંક્રાંતિ પર્વની ઉજવણીને યાદગાર બનાવવા ત્રિવિધ સેવાકિય પ્રોજેક્ટ સાથે પરિવાર સુરક્ષા કવચ યોજના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ ત્રિવિધ સેવાકીય પ્રવૃત્તિ ના કાર્યક્રમમાં પાટણ જિલ્લા મંડપ એસોસિયેશનના તમામ સભ્યોએ વહેલી સવારે પાટણ શહેરમાં રખડતા અબોલ જીવોને લીલો ઘાસચારો તેમજ શ્વાનોને લાડુ નું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બકુલ પાર્ટી પ્લોટ ખાતે પાટણ શહેરમાં રખડતા ભટકતા ગરીબ અને દરિદ્ર નારાયણો ને પાર્ટી પ્લોટ ખાતે લાવી તેઓને ગરમ પાણીથી સ્નાન કરાવી નવા વસ્ત્રો પરિધાન સાથે પાકું ભોજન પીરસી દરીદ્ર નારાયણો ના આશીર્વાદ મેળવ્યા હતા.


પાટણ જિલ્લા મંડપ એસોસિએશન દ્વારા આ ત્રિવિધ સેવાકીય પ્રવૃત્તિ ની સાથે સાથે પાટણ જિલ્લા મંડપ એસોસિએશન અને મંડપ હાયરસૅ એન્ડ ઈલેક્ટ્રીક એસોસિયેશન ગુજરાત પ્રેરિત પરિવાર સુરક્ષા કવચ યોજના શિબિર નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યો હતો.


પાટણ શહેરના બકુલ પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લા મંડપ એસોસિએશન દ્વારા સૌ પ્રથમવાર સ્નેહમિલન ની સાથે સાથે મકરસંક્રાંતિ પર્વને યાદગાર બનાવવા આયોજિત કરાયેલા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ના પ્રોજેક્ટને સફળ બનાવવા એસોસિએશનના પ્રમુખ જયેશભાઈ સાડેસરા, મંત્રી ધવલભાઇ ઓતિયા સહિત તમામ સભ્યોએ અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.
પાટણ જિલ્લા મંડપ એસોસિયેશનની આ સેવાકિય પ્રવૃતિઓને સૌએ સરાહનીય લેખાવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી..