ઉતર પ્રદેશ માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં પાટણ સહિત ગુજરાત માંથી ભાજપના અનેક આગેવાનો યુપી પહોંચ્યા..

પાટણ જિલ્લા માથી કે.સી.પટેલ,વિનયસિહ ઝાલા, સ્નેહલ પટેલ,નિલેષ રાજગોર અને ગીરીશ મોદી નૈ બરેલી વિધાનસભાની જવાબદારી સોંપવામાં આવી..

પાટણ,
આગામી દિવસોમાં યોજાનાર યુપી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત માથી ભારતીય જનતા પાર્ટીના મહત્વના આગેવાનો,કાયૅકરો કેટલીક ટીમો તૈયાર કરીને ચુંટણી લક્ષી વિશેષ કામગીરી માટે યુપી મોકલવામાં આવ્યા હોવાનું ભાજપના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.


આગામી દિવસોમાં યોજાનાર યુપી વિધાનસભા ચૂંટણીમાં વિશેષ જવાબદારી સાથે પ્રથમ રાઉન્ડમાં તા ૧૫ થી તા.૨૧ સુધી માં ગુજરાત માંથી કુલ ૧૬૫ આગેવાનો,કાયૅકરો પહોંચ્યા છે.અને તેઓ યુપી ખાતે ચુંટણી નાં રાઉન્ડ મુજબ જ્યાં સુધી ચુંટણી સંપન્ન નહીં બને ત્યાં સુધી ચુંટણી પ્રચાર સહિતની ચુંટણી લક્ષી કામગીરી કરશે.


ગુજરાત માંથી યુપી ચૂંટણી લક્ષી કામગીરી માટે ગયેલા ભાજપના આગેવાનો એ ગતરોજ લખનૌમાં બેઠક યોજી હતી.આ બેઠકમાં ભાજપના આગેવાન રત્ના કરજી અને બંન્સલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક બાદ પાટણ જિલ્લા
માંથી યુપી ચુંટણી લક્ષી કામગીરી માટે ગયેલા કે સી પટેલ,વિનયસિહ ઝાલા, સ્નેહલ પટેલ,નિલેષ રાજગોર અને ગીરીશ મોદી ને મળી રાયબરેલી જિલ્લા નાં બચવારા અને બરેલી વિધાનસભાની સંપૂર્ણ જવાબદારી કે.સી.પટેલને સોંપવામાં આવી હતી.તો અન્ય આગેવાનો ને યુપી માં પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવશે.


યુપી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાના ઉપરોક્ત આગેવાનો સાથે કાઠીયાવાડ નાં આગેવાનો કશ્યપ શુક્લ, દિનેશભાઈ કુશવા,જયમીનભાઈ, મહેશભાઈ, રાજુભાઈ રાજકોટ સહિત અમદાવાદ જિલ્લાના આગેવાનો ને પણ રાયબરેલી જિલ્લા ની બીજી વીધાનસભા માં જવાબદારી સંભાળી છે.