#SARASWATI : કોંગ્રેસ દ્વારા કોરોના માં મૃત્યુ પામેલા સ્વજનના પરિવારજનો રૂ.50 હજારની જગ્યાએ 4 લાખની સહાય ચુકવવા રજૂઆત..

કોવિડ ગ્રસ્ત તમામ દર્દીઓના મેડિકલ બિલની ચૂકવણી સરકાર દ્વારા કરવા પણ માંગ કરાઈ..

સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ જેવા મુદ્દાઓ સાથે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું..

પાટણ તા.૫
સરસ્વતી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ સ્વજનોના પરિવારોને રૂપિયા 50 હજારની જગ્યા એ રૂપિયા 4 લાખની સહાય આપવાની માંગ સાથે બુધવારે સરસ્વતી મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.


પાટણ સરસ્વતી તાલુકા કોંગ્રેસ દ્વારા કોવિડ-19માં મૃત્યુ પામેલા સ્વજનોના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાયની જગ્યાએ 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની ચુકવણી ઉપરાંત કોવિડ ગ્રસ્ત તમામ દર્દીઓના મેડિકલ બિલની ચૂકવણી સરકાર દ્વારા કરવાની માંગ કરી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ જેવા મુદ્દાઓ સાથે જિલ્લા પ્રભારી રાજુભાઈ પરમાર, ગજેદ્રસિંહ રહેવર અને જિલ્લા,તાલુકાના આગેવાનોને સાથે રાખી સરસ્વતી તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.