#DWARKA : દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ બહાર પાડેલ જાહેરનામું

પ્રતિબંધ : સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૩૧-૦૧-૨૦૨૨ સુધી પતંગો ઉડાડવા માટે પ્લાસ્ટીક, સિંથેટીક મટીરીયલ, ટોક્ષીક મટીરીયલ, લોખંડ પાવડર, કાચ વિગેરેથી તૈયાર કરેલા પાકા દોરા જેમા ખાસ કરીને ચાઇનીઝ બનાવટના દોરા, તુકકલ, સ્‍કાય લેન્‍ટર્ન અને ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરવા પર.

ઉતરાયણના તહેવારોમાં ચાઇનીઝ દોરા કે માંઝાના કારણે પક્ષીઓ તથા લોકોને ઇજા થવાના બનાવો બને છે, આવી ઇજાઓ કયારેક પક્ષીઓ તથા લોકોના મૃત્‍યુનું કારણ બને છે. ઉપરાંત આ તહેવારોમાં ખુબ જ માત્રામાં પ્‍લાસ્‍ટીકના પતંગો તથા ચાઇનીઝ દોરીઓ જમીન પર જેમ તેમ પડી રહે છે. જે પ્‍લાસ્‍ટીકના હોવાના કારણે લાંબો સમય સુધી સડતા નથી અને પ્‍લાસ્‍ટીક ગટરમાં જવાના કારણે ગટરો બ્‍લોક થઇ જાય છે. તેમજ ગાય કે અન્‍ય પશુઓ ચાઇનીજ દોરીઓ ગળી જવાના કારણે તેમનું મૃત્‍યુ થાય છે. જેને ધ્યાને લઇ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી કેટલાક પ્રતિબંધ ફરમાવેલ છે.

આ જાહેરનામાં અન્વયે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૩૧-૦૧-૨૦૨૨ સુધી પતંગો ઉડાડવા માટે પ્લાસ્ટીક, સિંથેટીક મટીરીયલ, ટોક્ષીક મટીરીયલ, લોખંડ પાવડર, કાચ વિગેરેથી તૈયાર કરેલા પાકા દોરા જેમા ખાસ કરીને ચાઇનીઝ બનાવટના દોરા, તુકકલ, સ્‍કાય લેન્‍ટર્ન અને ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

રિપોટર. હિતેસભાઈ રાયચુરા