#SARASWATI : સાપ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી મેડિકલ ઓફિસરની નિમણૂક કરવા માંગ..

પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરાઈ..

પાટણ તા.૫
પાટણ જિલ્લા નાં સરસ્વતી તાલુકા ના સાંપ્રા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં છેલ્લા એકાદ વર્ષથી મેડિકલ ઓફિસર ચાર્જ માં છે જેને કારણે આ વિસ્તારના લોકો નૈ આરોગ્યની સેવા મેળવવા અનેક વખત મુશ્કેલી ભોગવવી પડી રહી છે ત્યારે સાપ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં કાયમી મેડિકલ ઓફિસર ની નિમણુક કરવામા આવે તેવી લેખિત રજૂઆત પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ને કરવામાં આવી છે.


પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ને કરવામાં આવેલ લેખિત રજૂઆત માં તેઓએ જણાવ્યું હતું કે સરસ્વતી તાલુકાના સાપ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક વર્ષથી મેડિકલ ઓફિસર ચાજૅ માં પોતાની ફરજ બજાવતા હોય જેને લઇને આ વિસ્તાર ના પ્રજાજનો ને આરોગ્ય બાબતે ખુબજ હાલાકી ભોગવવી પડે છે. તો આવા કોરોના ના કપરા કાળમાં પ્રજાજનો ના આરોગ્ય ના હિત ને ધ્યાન માં રાખી સાપ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક ધોરણે કાયમી મેડિકલ ઓફિસર ની નિમણુંક કરવામાં આવે તો આ વિસ્તારના લોકો ને આરોગ્યની સેવા સમયસર મળી રહે તેવી રજૂઆત તેઓએ કરી હોવાનું જણાવ્યું હતું.