#PATAN : જિલ્લામા વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ : ખેડૂતો ચિંતામાં મુકાયા…

પાટણ, હારીજ, સમી, રાધનપુરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું..

રવી પાકની અંદર મેલો, માછી, ઈયળ સહિતના રોગચાળાની ભીતિ…

પાટણ તા.૫
પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા બુધવારે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લામા વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે વહેલી સવારથી પાટણ, હારીજ, સમી, રાધનપુરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. જેના કારણે વિસ્તારના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

નોંધનીય છે કે જિલ્લામાં 1 લાખ 90 હજાર હેક્ટરથી વધુ જમીનમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં રાયડો, જીરું, ઘઉં, ચણા સહિત રવિ પાકની અંદર મેલો, માછી, ઈયળ સહિતના રોગચાળાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. પંથકમાં વાતાવરણમાં આવેલા પલટા ની સાથે સાથે ક્યાંક ક્યાંક છુટો છવાયો વરસાદ નાં અમીછાંટણા થતાં ખેડૂતો નાં જીવ પડીકે બંધાયા છે.