#PATAN : પતંગ રસિકો ની લાગણી ને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા એક જ દિવસ માં નિર્ણય બદલી પતંગ દોરી નાં હંગામી સ્ટોલ ફાળવવા નિર્ણય કરાયો.

પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ ની રજૂઆતના પગલે પાલિકા દ્વારા પતંગ દોરી ના હંગામી સ્ટોલ ફાળવવા નિર્ણય કરાયો..

શહેરના બગવાડા દરવાજા પાસે નાં પેટ્રોલ પંપ પાછળ ની જગ્યા માં હંગામી 13 સ્ટોલ ફાળવાશે..

સરકારની કોવિડ ગાઇડલાઇન નું પાલન નહીં કરનાર વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે..

પાટણ તા.5
મકરસંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા કોરોના ની વૈશ્વિક મહામારી ને ધ્યાનમાં રાખીને ચાલુ સાલે શહેરના વિવિધ વિસ્તારોમાં પતંગ દોરી ના સ્ટોર માટેની હંગામી જગ્યાઓ નહિ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ પાટણ શહેરના પતંગ રસિકો ની માંગ તેમજ પટણી સમાજ ના લોકો દ્વારા એડવાન્સમાં પતંગ દોરીની ખરીદી કરેલ હોય તેઓને આર્થિક નુકસાન ભોગવવાનો વારો ન આવે તે બાબતને ધ્યાનમાં રાખીને બુધવારના રોજ પાલિકા સત્તાધિશોએ પુનઃવિચાર કરી સરકારની કોવિડ ગાઇડલાઇન મુજબ શહેરના બગવાડા દરવાજા પાસેના પેટ્રોલ પમ્પ ની પાછળ ના ભાગ ની નગરપાલિકા હસ્તકની જગ્યા માં ૧૩ જેટલા પતંગ દોરી ના હંગામી સ્ટોર ફાળવવાની મંજૂરી આપતા પતંગ રસિકો સહિત પતંગ દોરી ના વ્યવસાય સાથે સંકળાયેલા પટણી પરિવારના યુવાનોએ પાલિકાના નિર્ણયને સરાહનીય લેખાવ્યો હતો.


પાટણ નગરપાલિકા ખાતે બુધવારના રોજ પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને પતંગ દોરી ના સ્ટોર માટે મળલી બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે મકરસંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા શહેરના બગવાડા દરવાજા સ્થિત પેટ્રોલ પંપ પાછળ ના ભાગે નગરપાલિકા હસ્તકની જગ્યા ની માપણી કરી પાલિકા નાં નિયમ મુજબ હંગામી ભાડું નક્કી કરી પતંગ દોરી ના વ્યવસાય સાથે સંકળાયેલા પટણી પરિવારના યુવાનો ને 13 જેટલા સ્ટોલ ફાળવવાનો સવૉનુમતે નિર્ણય કરી સરકાર ની કોવિડ ગાઈડ લાઈન નું ચુસ્ત પાલન કરવાની શરતે હંગામી જગ્યાઓ ફાળવાનો પાલિકા દ્વારા નિણૅય કરવામાં આવતા પાટણના પતંગ રસિકો સહિત પતંગ દોરી ના વ્યવસાય સાથે સંકળાયેલા પટણી પરિવારના યુવાનો એ પાલિકા નાં નિણૅય ને સરાહનીય લેખાવી પાલિકા દ્વારા મળેલી સુચના નું પાલન કરવાની સંમતિ દર્શાવી હતી.
તો પાલિકા નાં નિયમો સહિત કોવિડ ગાઈડ લાઈન નું ઉલ્લંધન કરનાર વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. પાલિકા ખાતે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ ની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં કારોબારી ચેરમેન અરવિંદ ભાઈ પટેલ, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ,ઈબા લાગત શાખાના જયેશભાઈ પંડ્યા, ઈન્ચાર્જ એસ આઈ મુકેશભાઈ રામી ઉપસ્થિત રહ્યા હતા.