#PATAN : લીઓ કલબ દ્વારા વાયડ નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરાયાં..

પાટણ તા.5

લીઓ કલબ ઓફ પાટણ દ્વારા વાયડ નગર પ્રાથમિક શાળામાં દાતાના સહયોગથી શાળાના બાળકોને સ્વેટર વિતરણ કરવાનો કાર્યક્રમ બુધવારે યોજાયો હતો.
આ પ્રસંગે કલબના પ્રમુખ લીઓ પરીન પંચીવાલા અને લીઓ જય બારોટ, લીઓ રાજ મોદી, લીઓ ભાવિક ચૌધરી,હિતેશભાઈ મેવાડા,લીઓ કૃણાલ પટેલ સહિત ગામના આગેવાનો અને શાળાના સ્ટાફગણે ઉપસ્થિત રહી શાળા નાં બાળકો ને સ્વેટર વિતરણ કર્યું હતું..