#PATAN : આર્ટ્સ કોલેજના ઇતિહાસ વિભાગ દ્વારા મણિયારી ગામે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં..

પાટણ તા.5
શ્રી અને શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટ્સ કૉલેજમાં ઇતિહાસ વિભાગ દ્વારા મણિયારી ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તબક્કાવાર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. 05/01/2022 ના રોજ સૌ પ્રથમ સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. ત્યારબાદ વિનોદભાઈ ચાવડા દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ , નશાબંધી ખાતા દ્વારા દારુ નિષેધ તથા આરોગ્ય ખાતા દ્વારા વ્યસન મુક્તિનો તંબાકુ અને પાન ગુટકા બંધ કરવા માટે વિનોદ ભાઈ ચાવડા દ્વારા ગીતો દ્વારા રજુઆત કરવામાં આવી.


આ કાર્યક્રમનું સંચાલન ડૉ. જી.પી.શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ ડૉ. સંગીતાબેન બકોતરા એ કરી હતી .
સી.કે.પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 10 નાં વિદ્યાર્થીઓમાં નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી.

1 થી 3 નંબરમાં પસંદ કરી ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ફિટ ઈન્ડિયા દ્વારા યોગનો કાર્યક્રમ , ગ્રામીણ રમતોમાં કબડ્ડી અને રસ્સા ખેંચની રમતો રમાડવામાં આવી હતી. આચાર્ય દિનેશભાઈ અને સ્ટાફ મિત્રો દ્વારા ખૂબ પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું.


આ કાર્યક્રમનું સંચાલન કોલેજનાં વિદ્યાર્થી મિત્રો દ્વારા કરવામાં આવ્યું. તેમની આભારવિધિ ડૉ. મીનાબેન અગ્રવાલે કરી હતી. આ ઉપરાંત પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણના બાળકો સાથે ચિત્રસ્પર્ધા, માટીકામ અને રમકડાં બનાવાના તથા નિબંધ સ્પર્ધામાં 5 થી 8 ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રાથમિક શાળાનાં આચાર્ય તથા સર્વે સ્ટાફ મિત્રોએ ખૂબ જ સહકાર આપ્યો. જુદી જુદી પ્રવૃત્તિઓમાં લગભગ 15 જેટલાં સ્પર્ધકોને ઇતિહાસ વિભાગ દ્વારા ઈનામ આપવામાં આવ્યાં હતાં.