ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી ભાજપ માં જોડાયા..

પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ એ કેસરીયો ખેસ પહેરાવી આવકાયૉ..

પાટણ તા.5
ગાંધીનગર કમલમ ખાતે સી. આર પાટીલ તથા પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ ની ઉપસ્થિતિ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ મોરચા ના પૂર્વ મહામંત્રી અને પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચા ના પૂર્વ પ્રમુખ શૈલેશ રબારી (રૂની,તા. પાટણ ) કોંગ્રેસ છોડી વિધિવત્ રીતે ભારતીય જનતા પાર્ટી માં જોડાતાં તેઓને આવકારવામાં આવ્યા હતા.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ એ કેસરીયો ખેસ પહેરાવી શૈલેષભાઈ રબારી ને શુભેચ્છાઓ પાઠવી હતી.