#PATAN : હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સીટીમાં HNGU હવે માસ્ક અને વેક્સિનેશન વિના પ્રવેશ નહિ મળે..

પાટણ તા.5

કોરોના ની સંભવિત ત્રીજી લહેર ના પગલે પાટણ શહેરમાં સરકારી કચેરીઓમાં કોરોના ની રસી ના સર્ટીફિકેટ વિના મુલાકાતીઓને પ્રવેશ ન આપવાના સરકારના પરિપત્ર નું ચુસ્ત પણે પાલન કરવામાં આવી રહ્યું છે .
જિલ્લા પંચાયત , કલેકટર કચેરી સહિતની કચેરીઓ બાદ હવે હેમચંદ્રાચાર્ય ઉ ગુ યુનિવર્સીટી,પાટણ માં પણ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ તેમજ કામકાજ અર્થે આવતા અરજદારો ને ફરજીયાત માસ્ક અને રસીકરણ સર્ટી ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
યુનિવર્સિટી દ્વારા પરિપત્ર કરીને સંલગ્ન કોલેજો ને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. રસીકરણ સર્ટી વિના યુનિ ની અંદર પ્રવેશ ન આપવા કુલપતિ દ્વારા સિક્યુરિટીને સૂચના પણ આપવામાં આવી છે. યુનિવર્સિટીમાં આ નિયમનું પાલન કરાવતા સિક્યુરિટી સ્ટાફ નાં માણસો જોવા મળ્યા હતા.