#PATAN : સાકાર પાર્ટી પ્લોટ થી મલપુરા નાં છાપરાં વિસ્તાર સુધી નાં માગૅ નું ખાતમુહૂર્ત કરાયું..

પાટણ તા.6
વિકાસકાર્ય સંકલ્પ થી સિધ્ધી
સેવા હી સંગઠન સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ નાં મંત્ર ને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા દ્વારા ગુરૂવારના રોજ વોર્ડ નં ૧૧ મલપરા થી પદમનાથ ચાર રસ્તા ને જોડતો બહુ ઉપયોગી સર્વિસ રોડ સાકાર પાર્ટી પ્લોટ થી મલપુરા ના છાપરા સુધી નવીન રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ નવીન રોડ નાં ખાતમૂહુર્ત પ્રસંગે નગરપાલિકા પાટણ ના બાંધકામ સમિતિ ના ચેરમેન શાતિબેન ગીરીશભાઈ પટેલ, સહિત નગરપાલિકા ના સૌ પદાધિકારીઓ, નગરસેવકો, કાર્યકર્તાઓ અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.