#PATAN : જિલ્લામાં બીજા દિવસે પણ માવઠું યથાવત્..

  • પાટણ,સરસ્વતી,સાંતલપુર, શંખેશ્વર, વારાહી, રાધનપુરમાં વરસાદી ઝાપટાં..
  • પાટણ માર્કેટયાર્ડમાં બનાવેલા વિશાળ શેડનો વરસાદી માવઠામાં સદઉપયોગ…
  • વાતાવરણના કારણે રવિ પાકને નુક્સાન થવાની ખેડૂતો માં ભીતિ સેવાઈ..

પાટણ તા્6
પાટણ જિલ્લામાં વાતાવરણમાં ગુરૂવારે બીજા દિવસે પણ પલટો જોવા મળ્યો હતો. તો ગઈકાલે બુધવારે રાત્રે કેટલાક તાલુકાઓમાં વરસાદી ઝરમર ઝાપટા પડ્યા હતા. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લામાં ગુરૂવારે બીજા દિવસે પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તો જિલ્લામાં ગઈકાલે બુધવારે રાત્રે પાટણ, હારીજ, સરસ્વતી, સાંતલપુર, શંખેશ્વર, વારાહી, રાધનપુરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે આજે ગુરૂવારે પણ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. આ વાતાવરણના કારણે રવિ પાકને નુક્સાન થવાની ખેડૂતો એ ભીતિ સેવાઈ રહી છે.


પાટણ શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિશાળ શેડમાં વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદના છાંટાના કારણે કેટલાક વેપારીઓ દ્વારા આ નવીન શેડમાં કપાસ ભરેલી ગાડીઓ ઉભી કરી માલને સુરક્ષિત કરવામાં આવ્યો હતો.