#SARASWATI : તાલુકાના ઊટવાડા ગામના ડેલીગેટે સ્વખર્ચે પોલીસ પરિક્ષા ની તૈયારી કરતાં યુવાનો માટે મેદાન તૈયાર કર્યું…

ગામનાં યુવાનોની રજુઆત નાં પગલે ડેલીગેટ દ્વારા મેદાન બનાવવામાં આવતા યુવાનો માં ખુશી વ્યાપી..

પાટણ તા.6
પાટણ જિલ્લા નાં સરસ્વતી તાલુકાના ખોડાણા ગામના શિક્ષિત યુવા અને ઉત્સાહી ડેલિગેટ મેલજીજી ઠાકોર પોતાના ખર્ચે પોતાના મત વિસ્તાર ઊંટવાડા ગામમા પોલીસ પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને દોડની પ્રેકટીસ માટે ગ્રાઉન્ડ અને ગામના યુવાનો માટે ક્રિકેટ રમવાનું મેદાન બનાવી રહ્યા છે.


સરસ્વતી તાલુકા સદસ્ય મેલજીજી ઠાકોર ખોડાણા ગામના પોતે શિક્ષિત અને ઉત્સાહી છે.યુવાનોના માર્ગદર્શક છે. હાલમાં ચાલતી LRD અને પોલીસ પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ માટે દોડની પ્રેકટીસ કરવા ગ્રાઉન્ડની જરૂરિયાત હોઈ ઊંટવાડા ગામના યુવાનોએ ડેલિગેટ મેલજીજી ઠાકોરને રજુઆત કરતા એમને તરતજ બીડું ઝડપી પોતાના ખર્ચે ઊંટવાડા ગામમાં વિધાર્થીઓને દોડની પ્રેકટીસ કરવા તાત્કાલિક ગ્રાઉન્ડ માટે જેસીબી મશીનની મદદથી ગામની બહાર બંજર બનેલી જગ્યાએ મેદાન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતાં ગામના યુવાનો માં ખુશી વ્યાપી જવા પામી છે. દોડની પ્રેકટીસ કરતા યુવાનો માટે આ મેદાન ખુબજ ઉપયોગી બની રહેશે તેમજ આ મેદાન યુવાનોને ક્રિકેટ રમવા માટે ઉપયોગી થશે.