#SARASWATI : તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળા નું નિઃશુલ્ક વિતરણ કરાશે..

કોરોના ઓમિક્રોન થી સુરક્ષિત બનવા ગ્રામજનોને આ ઉકાળા નો લાભ લેવા સરસ્વતી મામલતદાર દ્વારા અપીલ કરાઈ.

પાટણ તા.6
પાટણ જિલ્લામાં સંભવિત કોરોના ઓમિક્રોનની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા ત્રીજી લહેરને પહોંચી વળવા આગવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે પાટણ સરસ્વતી મામલતદાર કચેરી દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ની સંભવિત ત્રીજી લહેર પ્રસરે નહીં તેવા ઉમદા હેતુથી આગામી તા.7 જાન્યુઆરી થી તા.19 જાન્યુઆરી સુધી આરોગ્ય વધૅક ઉકાળા નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર હોવાનુ સરસ્વતી મામલતદાર કે.કે.રણાવસીયા એ જણાવ્યું હતું.


સરસ્વતી મામલતદાર કચેરી દ્વારા આગામી તા.7 જાન્યુઆરી થી તા.19 જાન્યુઆરી દરમિયાન સરસ્વતી તાલુકાના અધાર,વાગડોદ,જંગરાલ,
કોઈના,ભાટસણ,સરિયદ, કાંસા,સાપ્રા,ઉદરા અને વદાણી ખાતે આયુર્વેદ ઔષધીય ગુણોથી ભરપૂર ઉકાળા નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર હોય ગ્રામ્ય વિસ્તારના લોકો ને આ ઉકાળા નો લાભ લઇ કોરોના થી સુરક્ષિત બનવા સરસ્વતી મામલતદાર કે.કે.રણાવસીયા દ્વારા અપીલ કરવામાં આવી છે.