#PATAN : યુનિવર્સિટી HNGU દ્વારા સ્નાતક-અનુસ્નાતક સેમેસ્ટર 3ની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ..

ઓબ્ઝર્વેશન માટે 17 ટીમો બનાવાય, કોરોના ગાઈડલાઈન સાથે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ..

ગણિત ભવન ખાતેના કેન્દ્રમાં પરીક્ષા ખંડમાં માત્ર બે કે ત્રણ પરીક્ષાર્થીઓએ જ પરીક્ષા આપી..

પાટણ તા.6
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર-
ડિસેમ્બરની પરીક્ષાઓનો 27 ડિસેમ્બરનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ ગુરૂવારથી બીજા તબક્કાની સ્નાતક અને અનુસ્નાતક સેમ 3ની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.


પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થયા બાદ આજે 6 જાન્યુઆરીથી સ્નાતક અને અનુસ્નાતક સેમ 3ની LLM, બી.એડ, એમ.એસ.સી, એમ.એડ, એમ.જે.એમ.સી, એમ.આર.એસ, એમ.એસ.ડબ્લ્યુ સહિતની 20થી વધુ અભ્યાસક્રમમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
યુનિવર્સિટી પરીક્ષા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષાઓમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તે માટે ઓબ્ઝર્વેશન માટે 17 ટીમો બનાવેલી છે. જે પરીક્ષા સેન્ટરો પર નિરીક્ષણ કરશે. જે છાત્રો પરીક્ષા આપવા માંગતા હોય એ આપી શકશે. જે નહિ આપે એમની ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાશે.

હાલમાં કોઈપણ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે નહીં. નોંધનીય છે કે યુનિવર્સિટીના ગણિત ભવન ખાતેના પરીક્ષા કેન્દ્રમાં ઓફલાઇન પરીક્ષાનો વિદ્યાર્થીઓએ બહિષ્કાર કર્યો હોય તેમ પરીક્ષા ખંડમાં માત્ર બે કે ત્રણ પરીક્ષાર્થીઓ જ પરીક્ષા આપી હતી.તો કેટલાક સેન્ટરો ઉપર 90 ટકા વિધાર્થીઓ ની હાજરી જોવા મળી હતી.
આ પરિક્ષા અંદાજીત 25 હજાર વિધાર્થીઓ આપતાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.