#CHANASMA : ખારીઘારીયાલ પ્રા. શાળામાં બાળકો ને તીથિભોજન પિરસાયુ..

લાઈફ સ્કીલ ડેવલપમેન્ટ અને બાળમેળાનું પણ આયોજન કરાયું..

પાટણ તા.6
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારીધારીયાલ પ્રાથમિક શાળામાં બાળકોને બુધવારના દિવસે તીથી ભોજન તથા લાઇફ સ્કીલ ડેવલપમેન્ટ અને બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નીતિનભાઈ હેમચંદભાઈ પટેલ તરફથી તેમના માતૃશ્રી સ્વ. શારદાબેન ની પુણ્યતિથિ નિમિત્તે શાળાના તમામ વિધાર્થીઓને માસ્ક, નોટબુક અને બોલપેન આપવામાં આવી અને કુપોષણ મુક્ત બાળકો રહે તે માટે શીરો અને મગ નું પૌષ્ટિક તીથીભોજન આપવામાં આવ્યું હતું.


નરેશભાઈ પટેલ દ્વારા વ્યસન મુક્ત સમાજ – દેશ અંતર્ગત વિધાર્થીઓને પોતાના વાલીઓને વ્યસનથી દુર રહેવા અંગે ખૂબ જ સરસ સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ શાળામાં ગીજુભાઇ બધેકા” બાળમેળા ની શરૂઆત કરવામાં આવી. તેમાં માટીકામ,કાગળ કામ,ચિત્રકામ, રંગપૂરણી, મહેંદી હરીફાઈ,રંગોળી હરીફાઈ,સુલેખન હરીફાઈમાં ધો.૧ થી ધો.૮ ના વિધાર્થીઓએ હોંશભેર ભાગ લીધો.જયારે ધો.૬ થી ધો.૮ ના વિધાર્થીઓમાં જીવન કૌશલ્યના વિકાસ માટે નાસ્તા ઘરનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ભેળ બનાવી વેચાણ કરવામાં આવ્યું. શાળાના તમામ શિક્ષકોઓ ઉમળકાભેર ભાગ લીધો. શાળાના આચાર્ય તથા સ્ટાફ મિત્રો દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ રીતે ખૂબ જ આનંદ કિલ્લોલ સાથે દિવસ પસાર કરવામાં આવ્યો હતો.