#PATAN : જિલ્લા નાં સરસ્વતી તાલુકાના વધાસર ગામે કોરોના પોઝિટિવ કેસ નોંધાયો…

પાટણ જિલ્લા માં કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા પુનઃ કોરોના ભય ફેલાયો..

13 ડિસેમ્બર રોજ સિધ્ધપુર શહેર માં બે કેસ નોંધાયા બાદ ગુરુવારે સરસ્વતી તાલુકા માં એક પોઝિટિવ કેસ નોંધાયો..

વધાસર નાં કોરોના સંકમિત યુવાનને તેનાં ધરે જ હોમ કોરોન્ટાઈન કરી સારવાર શરૂ કરવામાં આવી..

પાટણ તા.6
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં તા.13 ડિસેમ્બરે સિધ્ધપુર શહેરમાં વૃદ્ધ દંપતી કોરોના પોઝિટિવ બન્યા બાદ ગુરુવારે સરસ્વતી તાલુકાના વધાસર ગામે 38 વર્ષિય પુરૂષ કોરોના સંકમિત બનતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પાટણ પંથકના લોકોમાં પુનઃ કોરોના નો ભય ઉભો થવા પામ્યો છે.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના ઓમિક્રોનની સંભવીત લહેર ને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ ગાઇડલાઇન નાં ચુસ્ત પાલન સાથે વિવિધ તૈયારી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગુરુવારે પાટણ જિલ્લા નાં સરસ્વતી તાલુકાના વધાસર ગામે 38 વર્ષિય પુરૂષ નો કોરોના સંકમિત બનતા અને તેનો કોરોના રિપોર્ટ અમદાવાદ ની ખાનગી લેબ મા કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવતાં કોરોના પોઝિટિવ યુવાનને તેના ધરે જ હોમ કોરેન્ટાઈન કરી સારવાર શરૂ કરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.


પાટણ જિલ્લા માં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 10664 પ્રકાશમાં આવ્યા છે.તો હાલમાં 1545 લોકો નાં કોરોના રિપોર્ટ પેન્ડીગ છે.જ્યારે 570713 લોકો નાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે તો અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના નાં કારણે 109 લોકો નાં મૃત્યુ નિપજયાં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.