#CHANASMA : કોરોના વાયરસને અટકાવવા ચાણસ્મા અને લણવા સીએચસી કેન્દ્રની આરોગ્ય સેવા સમીક્ષા કરતા નિયામક..

પાટણ તા.6
વિશ્વ,દેશ અને રાજયમાં તાજેત૨માં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહયું છે. જે ઘ્યાને લઈ પાટણ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા ભરત જોષી,નિયામક,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,પાટણ ઘ્વારા લણવા અને ચાણસ્મા સીએચસી કેન્દ્રની મુલાકાત કરવામાં આવી હતી.

જેમાં હાજર મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ અને મેડીકલ ઓફિસર તથા આરોગ્ય સ્ટાફ સાથે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા હાથ ધરવામાં આવેલ સઘન પગલાં અને ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ જેવી કે બેડની સુવિધા,ઓકસીજનવાળા બેડ,ઓકસીજન પ્લાન્ટ,ઓકસીજન સીલીન્ડ૨,એમ્બ્યુલન્સ અને કોવીડ ટેસ્ટીંગ ફેસેલીટી તથા વીજ સુવિધા ખોરવાય તે સંજોગોમાં જનરેટર સેટની ઉપલબ્ધ સેવાઓ અને ખૂટતી સેવાઓની સમીક્ષા કરવામાં આવી અને લોકોને માસ્ક,સેનીટાઈઝર અને સામાજીક અંતર જાળવવા જાગૃત કરવા આહવાન કરવામાં આવ્યું. આમ, પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ વધે નહીં તેવા સઘન પગલાં ભરી સરકારની સૂચનાઓ મુજબ આરોગ્ય લક્ષી સેવાઓની એડવાન્સ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી.આમ કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાનું વહીવટી તંત્ર કલેકટર,સુપ્રીત સિંઘ ગુલાટી અને રમેશ મેરજા, જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ પણા હેઠળ તૈયાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.